SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિસાન ઃ ૭૩ ચેષ્ટાઓ આદતરૂપ થઈ જાય છે અને બીજા ભવે તે પ્રકાર એ જ પ્રમાણે ચાલ્યો આવે છે. તેથી પોતાની ટે, આદતો, ચેષ્ટાઓ પિતાને સુપરિચિત હેવાથી તેના આધારે પૂર્વભવના અનુભવની સ્મૃતિ પ્રતીતિરૂપ થાય છે. તે ઉપરાંત વિશેષ પ્રતીતિ માટે પરિણામને જે આધાર છે તે તે ઓર જ છે. પૂર્વભવની સ્મૃતિ આવતાં જે દશ્ય દેખાય છે તેની અસર આત્માના પરિણામ ઉપર થાય છે, અંદરમાં અગમ્યપણે તેને સ્વીકાર થાય છે અને તે પૂર્વભવની ઘટનાને અનુભવ છે એવી પ્રતીતિ પરિણામમાં આવે છે. તે જ રીતે ચિન્હ પરથી પણ થયેલા અનુભવ પૂર્વભવનો છે એમ પ્રતીત થાય છે. સ્વપ્નમાં પ્રતિબિંબિત થયેલા ભાવના અથવા જોયેલી ચેષ્ટાઓના ભાનની અસર પરિણામમાં તેવા પ્રકારે થતી નથી એ મુખ્ય ભેદ છે. જાતિસ્મૃતિજ્ઞાન જેને થયું છે, તેની પ્રતીતિ બીજાને થવા માટેના જે નિયમો શ્રીમદ્ રાજચંદ્રજીએ બતાવ્યા છે તે અતિ સ્પષ્ટ છે એટલે તે સંબંધે કઈ વિસ્તારની આવશ્યકતા નથી. પૂર્વ ભવનું જ્ઞાન ઇરછીએ તે લઈ શકાય? ચેતન્યાત્મક જીવ જ્ઞાનસ્વરૂપ છે, ભવભવમાં તેણે જે જે જોયું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે, અનુભવ્યું છે, તે તે સર્વ તેના જ્ઞાનમાં અંકિત થઈને રહ્યું છે, તેનામાં જ્ઞાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy