SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૭ પ્રાપ્ત થયા પછી તેના આત્મામાં જબ્બર પરિવર્તન થાય છે અને આત્મદશા જલદીથી વધે છે. જાતિસ્મૃતિજ્ઞાનનો એક બીજો પ્રકાર જોઈએ. આ પ્રકારમાં પૂર્વભવના પ્રસંગ અથવા પ્રસંગેની સ્મૃતિ આવીને તે જ્ઞાનમાં ભાસે છે પણ પ્રસંગે દશ્યરૂપ થતા નથી, એટલે જ્ઞાન થાય છે પરંતુ દર્શન થતું નથી. આ અનુભવમાં પ્રસંગોને દર્શાવતા વિચારોનો નિર્મળ પ્રવાહ. ક્રમબદ્ધ વહેતા હોય છે અને અનુભવનાર તેનું જ્ઞાન સ્પષ્ટપણે કરે છે. પહેલાં આમ બન્યું, પછી આમ અને ત્યાર પછી આમ એ રીતે બનેલા પ્રસંગેનું જ્ઞાન વિચારધારાથી પ્રગટ થાય છે, જાણે કેમ કોઈ કુશળ કથાકાર કેઈ શાસ્ત્ર કથાનું કમસર સુંદર વર્ણન કરતા હોય અને આપણે શાંત ચિત્તથી સાંભળતા હોઈએ તેમ અનુભવ થાય છે. જ્ઞાન થવું પણ દર્શન ન થવું તેના કારણમાં તે વખતે અનુભવ કરનારને જ્ઞાનાવરણ કમને વિશેષ લયોપશમ હોવાથી જ્ઞાનને ઉઘાડ છે તેથી જ્ઞાન થાય છે પરંતુ દર્શનાવરણ કર્મને ઈષ્ટ ક્ષપશમ ન હોવાથી પ્રસંગો દર્શનરૂપ થતા નથી. આ પ્રકારની સમૃતિને અનુભવ ઘણું કરીને જ્ઞાનદશા આવ્યા પછી થાય છે અને કવચિત્ જ આત્મજ્ઞાન થતાં પહેલાં થાય છે. આ પણ એક ઉપયોગી પ્રકાર છે અને તેની અસર ઊંડી અને ઘેરી હોઇ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy