________________
" જતિસમૃતિજ્ઞાન : પપ સાત વર્ષની વય વીતાવ્યા બાદ ગમે ત્યારે પૂર્વભવના પ્રસંગ કે પ્રસંગેનું જ્ઞાન અત્યંત ઉપકારી થાય છે; કેમકે તે જાતિસ્મૃતિજ્ઞાન તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધિકારી બનાવે છે. તે જ્ઞાનના અપૂર્વ પ્રભાવથી પૂર્વે પિતે હતે, વર્તમાને છે એમ જણાયાથી આત્માના અસ્તિત્વ અને નિત્યત્વની પ્રતીતિ આવે છે. વળી વિશેષ વિચારથી પિતાને થતા શુભ અશુભ ભાવે તથા દેહાદ સંબંધે સુખ દુઃખનું વેદન લેતાં પિતે જ કમેનો કર્તાભોક્તા છે એમ શ્રદ્ધા થાય છે અને વિચારની શ્રેણી માં આગળ વધતાં શુભાશુભ ભાવનું મંદપણું અને ક્ષીણપણું અનુભવગમ્ય હઈ તેને ક્ષય પણ થઈ શકે એ શ્રદ્ધાભાવ આવે છે, એટલે મેક્ષ છે એમ અંદરમાં શ્રદ્ધા આવે છે તથા ભાવને ક્ષય કરવા માટે સંયમાદિ સાધન ઉપયોગમાં લેવાય તે સિદ્ધિ મળે એ વાત તેના હૃદયમાં સહજતાએ ઉતરી જાય છે. આ રીતે આત્માનાં છ પદ તેની શ્રદ્ધામાં આવતાં આત્માનુભવરૂપ આત્મદશા પ્રાપ્ત થવી સુલભ થાય છે, કેમકે તેની જિજ્ઞાસાથી તેને યથાએગ્ય નિમિત્ત મળી રહે છે.
આત્મજ્ઞાન થવા પ્રથમનું અને સાત વર્ષની વય પછીનું જાતિસ્મૃતિજ્ઞાન આ રીતે અત્યંત ઉપયોગી, લાભદાયી અને ઉપકારી છે. તે પ્રગટવાના નિમિત્તમાં વર્તમાને બનેલ કેઈ ગંભીર પ્રસંગ કે પ્રસંગો અને તેની આડમા પર પડેલી ઘેરી ઊંડી છાપ હોય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org