SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ...તેમ જીવમાંથી શિવ થાય : ૩૩ અહીં કુંભાર તે ભગવાનરૂપ સપુરુષ (સદ્ગુરુ, પરમગુરુ); ચાકડે તે સત્સમાગમ અને સત્સંગ કુંભારની કારીગરી તે પુરુષની ગુપ્ત કૃપારૂપ ક્રિયા, દંડ તે ગુરુની આજ્ઞા અને નીંભાળે તે શુકલધ્યાનની અગ્નિથી પ્રજવલિત ગહન ગુફા. અસદ્દગુરુના નિમિત્તથી જીવ શિવસ્વરૂપ કદાપિ થઈ શકતું નથી. તેવા ગુરુના આશ્રયથી અને તેમની આજ્ઞામાં રહેવાથી આત્મશ્રેય સાધી શકાતું નથી. અસ૬ગુરુ આત્મજ્ઞાનના આકાંક્ષી ન હોય અને સ્વચ્છેદ આદિ દેલવાળા હોય તે લાભને બદલે નુકસાન થાય છે. જેમ દંડ (આજ્ઞા) બે પ્રકારે કામ કરી શકે છે. (ઘડાને ઉત્પન્ન કરવાનું અને (૨) ઘડાનો નાશ કરવાનું, તેમ શ્રી સદગુરુની આજ્ઞા પાલનથી જીવ સંસારને તરી જાય છે અને લોભી તથા લાલચુ એવા સ્વચ્છેદી અસદગુરુની આજ્ઞાના સેવનથી જીવ સંસારમાં ડૂબે છે. જેમ બિનઅનુભવી અને અકુશળ કુંભારના નિમિત્તથી માટી ઘડારૂપ થઈ શકતી નથી, તેમ આત્માનુભવ રહિત અને અનિષ્ણાત ગુરુના નિમિત્તથી જીવ. શિવરૂપ થઈ શકે નહીં, એ સમજવું કઠણ નથી. આ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy