SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર : આધ્યાત્મિક નિબંધે થયેલ ઘડો નીંભાળામાં જાય છે, ત્યાં વિશિષ્ટ પ્રકારની પ્રબળ અગ્નિ પ્રજવલિત થતાં તે થકી ઘડામાં જે કચાશ, દે રહ્યાં હોય તે બધા અલ્પકાળમાં બળી જઈ ભદમીભૂત થાય છે અને કાચે ઘડો પૂર્ણ પણે પાકે થાય છે; તેના પર પડતા ટકરાનો વન નક્કર, રણકાર જે સુમધુર અને સુસ્વયુક્ત હોય છે, તેમ પુરુષના નિમિત્તબળથી અપ્રમત્ત સંયમી જીવ શુકલધ્યાનની પ્રબળ અગ્નિથી પ્રજવલિત એવી ગહન ગુફાની ઊંડાણમાં જાય છે અને ત્યાં ઉત્તમ યાગ્નિની જવાળાથી ચારે ઘાતી કર્મો બળીને ભસ્ય થઈ જાય છે, તેમાં પ્રથમ મહનીય કર્મ, જે જીવને સંસારમાં રબડાવનાર છે તેને અંશતઃ નાશ થાય છે અને તેના બીજે જ સમયે બાકીનાં એ ઘાતી કર્મો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય, તત્કાળ નષ્ટ થઈ જાય છે; જીવ તેથી અનંતજ્ઞાન, અનંતદશન, અનંતવીર્ય અને સમનંત સુખરૂપ અનંત ચતુષ્ટયને સ્વામી હોય છે, તેવી શુદ્ધતા તે જ શિવસ્વરૂપ છે; બલી સીદશીવતું ચાર શેષ રહેલાં અઘાતી કર્મો, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, તેની ઉદયસ્થતિ માત્ર આયુષ્ય પર્વત રહે છે અને તેને ઉદયરૂપ ટકરાનો દવનિ કેવળ સુખરૂ, આનંદદાયક ને મધુર હોય છે. તે અઘાતી કર્મોનો તે જ શુકલ ધ્યાનની આગ્નથી નાશ થાય છે અને જીવ પૂર્ણપણે શુદ્ધ, પરમાણુ માત્રના સ્પર્શથી રહિત એ શુદ્ધ શિવ થાય છે અને શિવસ્થાનકે સર્વ કાળને માટે વિરાજમાન રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy