________________
૩૦ : આધ્યાત્મિક નિબંધ ઉછરંગ છે, હદયમાં ઉલવાસ છે, ચિત્તમાં એક નિષાએ ચીટકી રહેવાની વૃત્તિ છે, અને આત્માના પવિત્ર દર્શન માટે, સ્વરૂપ પ્રતીતિ માટે અંગે અંગમાં હેશનું નિર્મળ વહેણ છે.
આખરે જેમ ઉપકારી કુંભારના પ્રબળ નિમિત્તથી મુલાયમ ચીકણી માટી કાચા ઘડા રૂપે તૈયાર થાય છે અર્થાત્ કાચો ઘડો બની જાય છે તેમ ઉપકારી પુરુષના પ્રબળ નિમિત્તથી તેમનામાં જ પ્રેમ-શ્રદ્ધાના તેજને વધારીને, પ્રેમ સમાધિ પામીને ધર્મધ્યાનના બળે, નિષ્ઠામાં ચીકાશથી ચૂંટી રહેનાર જીવ સ્વરૂપને અનુભવ કરે છે; સ્વરૂપ પ્રતીકરૂપ થાય છે તે દશાને જૈન દર્શનમાં ક્ષપશમ સમકિત કહે છે. જેમ જ્યાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને ઘડાને કુંભારની સંભાળનું નિમિત્ત વતે છે, ત્યાં ઘડાને પવન આદિ અશુભ નિમિત્તથી રક્ષણ મળે છે અને તેને કંઈ નુકસાન થતું નથી, તેમ તે સમકિતી જીવને પુરુષમાં પ્રેમ-શ્રદ્ધાનું બળ છે તથા તેમની આશ્રયભક્તિનું નિમિત્ત છે ત્યાં સુધી મહેરાજાના બળવાન સિનિકોને દૂર રહેવું પડે છે અર્થાત્ તે સમકિતને હાનિ પહોંચતી નથી; સમક્તિનું વમન થતું નથી. જેમ કુંભાર તયાર થયેલ કાચા ઘડાને બાજુ પર મૂકે છે અને ત્યાં તે ઘડે સૂર્યની ગરમીથી દેષરૂપ પરમાણુ શેકાઈને છૂટા પડતાં પ્રથમ અવસ્થાની અપેક્ષાએ બળવાન ને મજબૂત બને છે અને તે ઘડા ઉપર કુંભારની સંભાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org