________________
તેમ જીવમાંથી શિવ થાયઃ ૨ આવે છે, વચનેની અપૂર્વતા લક્ષગત થાય છે અને વચ
* નના પ્રકાશનાર પ્રત્યે સહજ જ આત્મામાં અભાવ
આ રસ આવી ઉ૯લાસ પરિણામ પ્રગટ થાય છે. આવી દશા આવ્યા વિના મનુષ્ય આત્મવિકાસ સત્યપણે સાધી શકતો નથી અને આધ્યેથી વિકાસગતિ ઉત્તરોત્તર વધી અલ્પકાળે અને મ૯૫ પ્રયાસે પુરુષની આમદશાની સ્થિતિને સંપ્રાપ્ત થાય છે. અસીમ ઉપકારભૂત એ ત્રિકાળ સત્ય વચને ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વ અને અગણિત વંદન હો એ વચનના પ્રકાશના૨ જ્ઞાનાવતાર મહાપુરુષને !
હવે માટીમાંથી ઘડો અને જીવમાંથી શિવ થતાં સુધીની સર્વ ક્રિયાઓની સરખામણી કરી બન્ને વચ્ચે કેટલી સામ્યતા છે તે તપાસી જઈએ. વિકાસના દરેક સ્થાનકે દશાની સ્થિતિ કેવી હોય ને તે સત્ય છે કે કેમ? તેની ખાતરી કરીએ. ઘણું સામ્યતા હોય તે જ આ આપેલું વ્યવહારિક દષ્ટાંત અનુરૂપ અને ઉચિત કહેવાય. જે કે વ્યવહાર દષ્ટાંત ઠેઠ સુધી પૂર્ણ પણે સામ્યતાવાળું દેવું લગભગ કઠણ છે, તે છતાં અહીં આપેલું દષ્ટાંત બહુ સામ્યતાવાળું હોવાનું જણાશે. દષ્ટાંત પરિસીમાને પામે. પરંતુ સિદ્ધાંતના સંબંધમાં તેમ બનતું નથી, તે તે ત્રણે કાળ અપરિસીમાભૂત અને અબાધિત છે.
ત્યારે હવે સરખામણના કાર્યનો આરંભ કરીએ. જેમ માટીમાંથી ઘડો થાય, તેમ જીવમાંથી શિવ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org