SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરુષના મંગલ ઉપદેશને સારઃ ૧૩ અને વિશાળ છે. તે સંતતિને ફેલાવે અટકાવવાનું કાર્ય તેથી અતિ દુષ્કર બને છે. તેને સંયમમાં લેવા ગંભીર અને ભગીરથ પુરુષાર્થની અત્યંત આવશ્યકતા રહે છે. અહીં જે વર્ણન કર્યું તે સાંસારિક ઈચ્છાની અપે. ક્ષાએ કરેલ છે. ઈચ્છા માત્ર દુઃખનું મૂળ છે. કર્મબંધનું કારણ છે પરંતુ જે સંસાર ભ્રમણથી અને તેનાં દુઃખોથી છૂટવાની ઈચ્છા કરીએ, વૈરાગ્ય, ભક્તિ, સ્વાધ્યાય, સંપાદિ આરાધનના ભાગ કરીએ, મેની અભિલાષા રાખીએ, તો તે સર્વ ભાવ પ્રશસ્ત શુભ છે, તેમ આત્મકલ્યાણ અને આત્મશ્રયના હેતુભૂત છે. તેથી આત્માની શુદ્ધતા પ્રગટાવવાના લક્ષે ઇષ્ટ સત્સાધનનું ભાવથી આરાધન કરવામાં આવે છે ત્યારે તેના પરિણામે ચારે ઘાતકર્માની સ્થિતિ અને અનુભાગ (રસ પ્રદાનશકિત) ઘટે છે અને સાથે સાથે પરમાર્થ પુણ્યને બંધ થાય છે. આ પરમાર્થપુણ્યના બંધને સંચય મેક્ષપર્યાય પ્રાપ્ત કરાવવામાં સહાધ્યભૂત ઉત્તમ અને ઉપકારી નિમિત્ત થાય છે. આ ઘાતકર્મો સંબંધી સર્વ પુરુષનો જે મંગલ ઉપદેશ છે, તે અત્યંત વિચારણીય, ધ્યાનમાં લેવા યોગ્ય અને આચારમાં ઉતારવા યોગ્ય છે. તેઓ શ્રી ઉત્સાહથી ભારપૂર્વક ઉપદેશ છે કે ઘાતકર્મોમાં જેનું મુખ્યપણું છે એવું જે મેહનીય કર્મ, તેની સ્થિતિ અને અનુભાગ ઘટાડવા માટે અને ક્ષય કરવા માટે જીવ જે યથાર્થ પુરુષાર્થ કરે એટલે યથાર્થ ચોગને પામીને સાચા મનથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy