SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ : આધ્યાત્મિક નિબંધ મંદ કરે છે, પ્રેમનો વિકાસ રૂપે છે. પ્રેમને સાથ આપી ઉત્તેજિત કરનાર અને તેના વેગને ટેકો આપી આગળ વધારનાર દયા, કરુણા, સંતેષ, નમ્રતા, નિખાલસતા, સરળતા, સમતા, ક્ષમા આદિ ભાવે તે પ્રેમના મિત્રો છે. પ્રેમનું સામર્થ્ય નબળું પાડનાર, પ્રેમનું તેજ ઝાંખું કરનાર અને તેના વિકાસને અટકાવનાર ઉપર કહ્યા તે દ્વેષાદિ ભાવે પ્રેમના રિપુ છે. પ્રેમની યાત્રામાં સફળતાપૂર્વક આગળ ને આગળ ડગ ભરવા માટે પ્રથમ દુશ્મનોનો હિંમતભેર સામનો કરી, તેમની સામે વીરતાથી લડી તેમને નિઃસંશય હરાવવા સર્વ શક્તિનો ઉપયોગ કરે ઘટે છે. તેમ કરવામાં સાથે સાથે પ્રેમના મિત્રોની અમૂલ્ય સહાય લેતા રહેવી જરૂરી છે. પછી તે મિત્રોની સાથે આનંદ વિનેદ કરી, તેમના તરફથી પ્રેરણા અને બળ મેળવી, તે સર્વને વાસ્તવિક જીવનમાં કામે લગાડી પ્રેમસફરને આગળ વધારી સંસિદ્ધિ પ્રત્યે લઈ જવી ઘટે છે. એટલું યાદ રાખવા જેવું છે કે શત્રુઓનું જોર ત્યાં સુધી છે જ્યાં સુધી મિત્રોનું ભાવવિભેર બળ નથી; અને મિત્રોનું ભાવવિભેર બળ ત્યાં સુધી નથી જ્યાં સુધી હદયમાં પ્રેમની હાર ઊજળી નથી અથવા હાથમાં રહેલા પ્રેમને દેર છૂટે મૂકી શકાતો નથી. કોઈના અભિપ્રાયે આ જગતને વિષે એક માત્ર પ્રેમનું સામ્રાજય વતી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે જે જે અન્ય લાગણીઓ છે, તે તે સર્વે પ્રેમનું જ સ્વરૂપ છે, તેથી ભિન્ન નથી, દ્વેષ, ક્રોધ, મદ, સ્વાર્થ, અસૂયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy