SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સદગતિ પ્રાપ્ત અમારા પરમ પૂજ્ય માતુશ્રી ગં. સ્વ. જયાકુંવર ભગવાનલાલ મદીનાં પવિત્ર ચરણેમાં અમારાં ભાવવંદન હે! - સ મ ૫ ણ પત્રિકા હે સાર્થક નામધારી બા! તમારું નામ પણ કેવું સુંદર અને મધુ જેવું મધુર હતું, છે! જીવનના પ્રારંભથી તે તેના અંત સુધી વ્યવહારિક કે પારમાર્થિક જે જે અવરોધે અને અંતરાની ઉપસ્થિતિ થઈ તે સર્વને હિંમતથી સામનો કરીને આખરે તમે જયને વર્યા તે કારણે “જયા” એ નામ પ્રભુકૃપાએ સૂચક અને સાર્થક ઠર્યું. તેનો અમે આજે નિર્દોષ આનંદ લઈએ છીએ. હે આદર્શ ગૃહિણી તરીકે ફરજો બજાવનાર બા ! તમે ઘરને મંદિર જેવું સ્વચ્છ, સુઘડ અને સહુને સુખ ઉપજે એવી વ્યવસ્થાવાળું રાખવાના આગ્રહી હતાં. ગૃહના કેઈપણ સભ્યને કઈ મુશ્કેલી ન પડે તેવી કાળજીભરી સંભાળ લેવાનું તમને ખૂબ ગમતું. આવેલા મહેમાનોની સુખસગવડતા જાળવવામાં તમે પોતે રસ લેતાં અને તેઓ બધાં પ્રસન્નચિત્તથી રજા લઈને જતાં. સેવાના અવસરે ઉત્સાહથી સેવા કરવાની તમારી તત્પરતા અને કામ લેવાના પ્રસંગે ઉમંગથી કામ લેવાની તમારી આવડત ખરેખર અદ્ભુત હતી. અહા, શી તમારી કુશળતા અને કેવી તમારી અંદરની સૂઝ! એ ગુણેને આજે અમે યાદ કરી પ્રશં. સાનાં પુષ્પથી વધાવી સંતોષ લઈએ છીએ. હે મમતાળું નેહાળ બા ! તમે પોતે કષ્ટ વેઠીને અમને, તમારા બાળકને સ્નેહભરી ગાદમાં રાખી મીઠી હુંફ આપી સુરક્ષિત કર્યા હતાં, એટલું જ નહિ પરંતુ તમે અમારા ઉછેરમાં અને વિકાસમાં લેશ પણ ઉણપ રહેવા દીધી નહોતી. ક્યારેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy