SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ઃ આધ્યાત્મિક નિબંધો માતા-પિતા ક્ષણભંગુર વિનશ્વર દેહ છોડી ગયા છે સ્ટાર્સના મેનેજર તરીકેના અનુભવ પછી સુભાષે શરૂ કરેલ ધંધે ધીકતો ચાલે છે. વિનયકુમાર પિતાના ધંધામાં જોડાય છે; પરંતુ પ્રકૃતિભેદથી ફાવતું નથી; દરમ્યાન તેનાં લગ્ન એક દુર્ભાગી કન્યા સાથે થાય છે. પિતા-પુત્ર નવિનચંદ્ર અને સુભાષની વચ્ચે અશુભ ઋણાનુબંધના કારણે અણબનાવ હતા, તેવી જ અણબનાવની દુખદ સ્થિતિ સુભાષ અને વિનયકુમાર વચ્ચે સર્જાઈ છે અને વધુમાં વિનય અને તેની પત્ની ચંદા વચ્ચે પણ સુમેળ જામતે નથી તેથી બંને દુખી થયા છે. સુભાષની મોટા ભાગની સંપત્તિ વિનયકુમારની કુટેના કારણે અને અવિવેકી વર્તનથી વપરાઈ ગઈ છે. તેના આઘાતથી સુભાષને દેહ છૂટી ગયો છે. વિનયને પુત્ર પ્રશાંત મોટો થયે પણ પિતાને પૂર્વભવને વેરી હોય તેવું વર્તન છે. આ દષ્ટાંતમાં પિતા-પુત્ર વચ્ચેના અશુભ ઋણાનુબંધના સંબંધે ત્રણ પેઢી સુધી ચાલ્યા કર્યા છે, તે જે કે આશ્ચર્યરૂપ છે છતાં આ વિચિત્ર સંસારમાં કર્મોની વિચિત્રતાના કારણે સર્વ પ્રકારે બનવું શક્ય છે. જ્યાં સુધી સમજીને અને ધમને આશ્રય કરીને અસદુ ભાવોનો ત્યાગ ન થાય, ઉદયગત અવસ્થાઓને સમપરિ.. ણામે વેદી, ખમી ખુંદવાનું ન થાય, અને શુભ તથા ઉપકારી ભામાં ન અવાય ત્યાં સુધી સુખને અને શાંતિને સમય આવે દુર્લભ છે. અસદભાવ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy