________________
ઋણ નુ બંધ : ૯૭ ન્યૂન હેઈ, ભાવનું બળ ઓછું હોય છે. વળી કર્મોના ઉદયની ધારા વેદવામાં તેમની પરાધીનતા વિશેષતાઓ વર્તતી હોય છે. અર્થાત્ ઉદય સામે પડવાની શક્તિ તેમનામાં હોતી નથી. તેવી શક્તિ માત્ર મનુષ્યમાં છે; કારણ કે આ ગતિમાં કર્મોના શુભાશુભ ઉદય એકધારા તીવ્ર તાએ કે પ્રબળપણે હોતા નથી, તેથી પોતાની સ્વતંત્ર શક્તિને ઉપયોગ તે જે કરવા ધારે તે અવશ્ય કરી શકે છે અર્થાત્ ઉદયના બળની સામે પડી શકે છે. દેવગતિમાં અન્ય શક્તિઓ વધારે હોવા છતાં મોહનીયકર્મની બળવત્તરતાને આધીન થઈ તે જીવને વર્તવું પડે છે, એટલે તેમની સ્વતંત્રતા ઉપર કાપ પડે છે. મનુષ્યને જે સ્વતંત્રતા છે તેને લીધે જ તે ઉત્કૃષ્ટ શુભ ભાવ અથવા અશુભભાવ કરી શકવા સમર્થ થાય છે અને તે જ સ્વતંત્રતાના અવલંબને અને પ્રકારના શુભાશુભ ભાવથી પર રહેવા તે શક્તિશાળી બને છે.
આ સ્વતંત્રતાના સિદ્ધાંતાનુસાર જીવ નરક ગતિને સૌથી પ્રથમ બંધ માત્ર મનુષ્યભવમાં પાડી શકે છે અને મનુષ્યગતિ છેડી નરક ગતિમાં જાય છે, ત્યારબાદના નરક ગતિના ભવ મનુષ્ય કે તિર્યંચ ગતિઓમાંથી થઈ શકે છે. ઉત્કૃષ્ટ શુભ ભાવથી સર્વાર્થસિદ્ધ વિમાનનું અથવા ઉત્કૃષ્ટ અશુભ ભાવથી સાતમી નરકનું તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ રિથતિવાળું કર્મ મનુષ્યભવની અંદર જ બાંધી શકાય છે. તે પ્રમાણે મનુષ્યને મળેલી સ્વતં... અ, ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org