________________
મકર : આધ્યાત્મિક નિબંધ
તે વિશેષતા આ પ્રકારે છે. જે કોઈ જીવ કેઈ અન્ય જીવ (કે જી) સાથે સંસારવ્યવહારમાં ઘણા ભ પર્યત પતાના શુભ ભાવે જાળવી રાખી શુભ ઋણાનુબંધ બાંધ્યા કરે તો વ્યવહારથી પ્રથમ જીવને બીજા જીવ થકી સહાય, મદદ, સુવિધા આદિ સંસારી લાભ મળ્યા કરે એ તો ખરૂં; પણ તે ઉપરાંત ઘણું ભવના શુભ ઋણાનુબંધથી બીજે એક મોટો લાભ એ છે કે જ્યારે બેમાંથી કોઈ એક જીવ પરમાર્થ ધર્મમાં રૂચિવંત થઈ કઈ ઉત્તમ યથાર્થ યોગને પામીને ધમરાધન કરતાં આત્મજ્ઞાન પામે અને તેની ઊંચી આત્મદશા થાય ત્યારે તે જ્ઞાની પુરુષ, માગને પામેલો હોઈ, પિતાના બીજા શુભ ઋણાનુબંધી જીવને અધ્યાત્મમાર્ગ તરફ ખેંચી તેને જ્ઞાન પમાડવામાં નિમિત્ત થાય છે તથા તેની આત્મદશાના વિકાસમાં સહાયભૂત થઈ તેને ઊંચી પાયરી પર લઈ જાય છે. ઘણીવાર વ્યવહારનું ઋણ આ રીતે પરમાર્થથી ચૂકવાય છે, અને વિચારતા તેના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? વ્યવહારથી ઋણની ચૂકવણી કરવાની હોય તે એક ભવપ્રમાણુ સંસારસુખને લાભ મળે; પણ પરમાર્થથી દેવું ચૂકવાય ત્યારે સંસારભ્રમણને કાળ એકદમ ઘટી જવા સાથે આત્મકલ્યાણ અને આત્મશ્રેયને અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે ને અંતમાં શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાય છે.
જેમ વ્યવહારમાં જીવ શુભ ઋણાનુબંધના ઉદયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org