SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૬ : આધ્યાત્મિક નિબંધો ધારો કે આજે કોઈ મનુષ્ય પૂર્વભવની સ્મૃતિ લેવાને દઢ નિર્ધાર કર્યો, સદાચાર, સત્સંગ આદિ પૂર્વ તૈયારીરૂપ ઉપકારી સાધન તેની પાસે છે અને આરાધે છે. ભક્તિ આદિ સાધનાના બળથી તેનાં આવરણકર્મો શિથિલ થયા વિના રહેતાં નથી. તેણે તે હવે ઈચ્છાબળ વધાર્યા કરવાનું છે. પ્રતિદિન રાત્રે અનંત ઉપકારી પ્રભુજીને પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે પ્રેમભાવપૂર્વકની વિનંતિ કરવી અને તે દયાળુ અને કૃપાળુ પ્રભુ આજે જ રાત્રે જ્ઞાન આપશે એવી શ્રદ્ધારૂપ ભાવના ઊંઘનો ત્યાગ થઈ શકે ત્યાં સુધી ભાવ્યા કરવી, ઊંઘને ઉદય આવતાં ભલે તેને વશ થઈ જવાય, સવારના જાગ્યા પછી જ્ઞાન ન આપ્યું હોય તે કંઈ ફીકર ન કરતાં હવે આજે આવશે એવા આશાપૂર્ણ ભાવમાં રમવું. ફરીથી વિનંતિ કરવી, ભાવના ભાવવી, બે, ત્રણ, પાંચ, સાત દિવસ વીતી જાય તે પણ હિંમત અને ધીરજનો અંત ન લાવે, પરંતુ ઊલટુ બળવાન થતાં જવું. દયાળુ દેવને હિંમતથી કહેવું કે “હું થાકવાને નથી, તમે જ્ઞાન આપે ત્યાં સુધી અટકવાનું નથી, કટી ભલે કરે પણ પાર ઉતરીશ અને જ્ઞાન મેળવીશ.” ત્યારે એક સુભગ દિવસની ઉષા ઉગશે; તે જ ભાવ અને તે જ ચિંતનમાં રહી અંતરમાં ઊંડા ઊતરવાનું શરૂ થશે; બહારનું ભાન અને જ્ઞાન લુપ્ત થતું જશે, ચિત્તની એકાગ્રતા અને સ્થિરતા વધતાં પહેલાં ક્યારેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy