________________
૨૮
શ્રીવિમળનાથ ચરિત્ર, અંદર મેઘના જેવું કાળું ઘાટું કાજળ આંજેલું દેખી તેણે ચિંતવ્યું કે, “આ કાજળ આંજવાનું શું કારણ હશે ? ” પછી તેણે વિસ્મય પામી બધું સ્થાન પામ્યું, તેવામાં શ્વેત અને કૃષ્ણ રંગના કાજળથી ભરેલી બે કુંપિકા તેના જોવામાં આવી. તેમાંથી શ્વેત અંજન લઈ તેણે તે સાંઢડીના બે નેમાં આદરથી આંક્યું. તેવામાં તે અંજનના પ્રભાવથી તે સાંઢડી માનુષી સ્ત્રી બની ગઈ. તે સ્ત્રીએ પ્રશંસનીય પુરૂષના શિરેમણિ રૂપ એવા તે મંત્રીને આસન વગેરે આપી વિનય કર્યો અને માનનીય એવા તેનું સન્માન કર્યું. પછી તે અંજલિ જેડીને બોલી. “ભદ્ર! હું પરાધીન થઈ અહિં રહી હતી, પરંતુ મારા આ સ્થાનમાં આપ કેવી રીતે આવ્યા?” મંત્રી છે. અહિં તારી સ્થિતિને અટકાવવાનું કારણ શું છે?” તે સ્ત્રી પછી પિતાના દેષને દર્શાવનારી વાણીથી ગળદુ સ્વરે બોલી. “આ નગરનું નામ ધારાવાસ છે. અહિં બ્રાહ્મણો ને બોલતા હતા. મારા મહીપાળ નામના પિતા આ નગરના એક સાહસિક રાજા હતા. પૂર્વે દેવપૂજા કરનારા તથા કુકર્મથી સારી રીતે મુકત થયેલા અને પૂર્ણ રીતે લક્ષમીને ઉત્પન્ન કરનારા એવા તે મારા પિતાએ એક વખતે હર્ષથી કઈ એક અવિવેકી તપસ્વીને માસક્ષપણને પારણે ભેજનને માટે આમંત્રણ કર્યું. તે તપસ્વીનું ઘણું માન કરવા તેમણે પિરસવા માટે મને રાખી. તે વખતે તે તપસ્વી મારી ઉપર ઘણે સગી બની ગયે. આકાર–ચણા વિગેરેથી તેને અતિ વિકારી જાણી મારા પિતા–રાજાએ તેની ઘણી કદર્થના કરી મારી નાખ્યો. એટલે સ્વભાવે ક્રોધી એ તે તપસ્વી બાલ તપસ્યાના પ્રભાવથી તત્કાળ વિજ્ઞાની પુરૂને પણ ભય ઉપજાવે તેવો રાક્ષસ થયે. અવધિજ્ઞાનથી પિતાને વધ કરનાર કોણ છે, તે જાણી અજ્ઞાન બુદ્ધિવાળા અને ઘણા કોપી એવા તેણે આવીને મારા પિતાને મારી નાખ્યા. આ બનાવ જે શહેરના કેટલાક લોકો શેક કરતાં કરતાં રાત્રે નાશી ગયા અને કેટલાએક સંકટ થવાના અને ભવિષ્યમાં મૃત્યુ થવાના ભયથી દિવસે એકદમ નાશી ગયા. કેઈ પુત્ર પોતાના પિતાને અને પિતા પુત્રને છોડી ચાલ્યા ગયા. કોઈ વધુને, કઈ ભાઈ બહેનને તો કોઈ બહેન હેનને અને કઈ પિતાના ઘરના સારરૂપ સર્વને છોડી ચાલ્યા ગયા. એવી રીતે સર્વ લોકો ચાલ્યા ગયા પછી પૂર્વના મહને વશ થયેલા તે રાક્ષસે મને એકલીને અહિં રાખી હવે તે કામી અને કછુપો રાક્ષસ મને પરણવાની ઈચ્છા રાખે છે. તેથી તે સજજન તમે આસ્થાનમાંથી ઉતાવળે પગલે સત્વરે ચાલ્યા જાઓ, નહીં તે જીવહિંસક રાક્ષસ તમને મારી નાખશે” મંત્રીએ કહ્યું. “અત્યારે તે પાપી કયાં છે?” તે સ્ત્રી બોલી. “હે વિદ્વર્ય! તે વિવાહના ઉપકરણે લેવાને માટે કયાંક ગયેલો છે. જયારે તે અહિંથી કઈ ઠેકાણે જાય છે, ત્યારે તે અવિશ્વાસી રાક્ષસ મારા નેત્રોમાં કૃષ્ણ અંજન આંજીને મને સાંઢડી બનાવી દે છે અને જ્યારે પાછો અહિં આવે છે, ત્યારે તે નિર્દય મને શ્વેત અંજન આંજીને પાછી સ્ત્રી બનાવી દે છે.” તે રાજકન્યાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org