________________
૩૨૦
શ્રી વિમળનાથ ચરિત્ર, અર્ધનારી થાય છે. જેમાં ઉત્તમ પુરૂષને ચરણાંગ વિગેરેની સામગ્રી હોય. પણ જે તે પુરૂષ અદર્શન દષ્ટિ રહિત હોય તો તેને અક્ષ–અબાધિત પદ-સ્થાનનું દર્શન થતું નથી, તેવી રીતે ઉત્તમ પુરૂષને જે ચરણાંગ-ચારિત્ર-અંગ વિગેરેની સામગ્રી હોય, પણ જે તે પુરૂષ સમ્યગૂ દર્શનથી રહિત હોય, તે તેને અક્ષયપદ-મેક્ષનું દર્શન થતું નથી. સત-સારું વહાણ પ્રૌઢ હોય અને ગુણશ્રેણી-દેરની પંકિતથી યુકત હોય, પણ તેને ધ્રુવ દર્શન-ધ્રુવના તારાનાં દર્શનને આધારે ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે સંત-સારે બાળક પ્રૌઢ થયા હોય અને ગુણોની શ્રેણ તેણે સંપાદન કરી હોય, પણ જે તેને ધ્રુવ દર્શન-નિશ્ચલ એવા સમ્યક્ દર્શનની પ્રાપ્તિ હોય, તે તે ઈષ્ટ સ્થાન મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ લેકમાં જેવી રીતે સુવર્ણ શુદ્ધિનું કારણ કહેલું છે, પરંતુ જે તે અમૂલ્ય રત્નથી યુકત હોય, તે તે મહદયનું કારણ થાય છે, તેવી રીતે સુવર્ણ-જ્ઞાન શુદ્ધિનું કારણ છે, પણ જો તે અમૂલ્ય- ચારિત્ર રત્નથી યુકત હય, તે તે મહદય-મેક્ષનું કારણ થાય છે. જેમ નાયક વિનાને હાર, જિનેશ્વર વિનાને પ્રાસાદ અને ઘી વગરને આહાર આ પૃથ્વી ઉપર શેભાને પ્રાપ્ત થતી નથી, તેવી રીતે સમ્યકત્વ વિનાને ધમ સુખસમૂહને કરનારે થતું નથી, તેથી તે સમ્યકત્વ કુલધ્વજની જેમ મનુષ્યએ સદા પાળવું જોઈએ.
કુલધ્વજની કથા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યે રહેલી અયોધ્યા નામની નગરી છે. તેમાં શંખ નામે રાજ હતું. તેને ધારિણે નામે રાણી હતી અને કુલધ્વજ નામે પુત્ર હતે. એક વખતે કુલધ્વજ સુભટને લઈ વનમાં ક્રીડા કરવાને ગયે, ત્યાં તે કુમાર પુખે ચુંટવા લાગે. તેવામાં પણના જેવા નિર્મળ અને વૃક્ષ તળે બેઠેલા એક સૂરિ તેના જેવામાં આવ્યા. મેઘને દેખીને જેમ મયુર ખુશી થાય, તેમ તે સૂરિને દેખી ખુશી થયો અને પછી ગુરૂગુણવાલા તે ગુરૂને તેણે વંદના કરી. પિતાના હૃદયમાંથી માનને દૂર કરી તે યંગ્ય સ્થાને બેઠે એટલે ધર્મ ધુરંધર ગુરૂ આ પ્રમાણે બેલ્યા-“જે મનુબે પવિત્ર મનુષ્યપણું મેળવીને પાંચમી ગતિ મેલવે છે, તેઓનું જીવન સફલ કહેલું છે. શ્રી જિન ભગવાને એ સમ્યગ દર્શન, ચારિત્ર અને જ્ઞાનને સર્વ માર્ગને દર્શાવનારે તે મોક્ષ)ને નિરાબાધ ઉપાય કહે છે. તેઓમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રિ વર્ગમાં જેમ ધર્મ શ્રેષ્ઠ છે. તેમ દર્શન શ્રેષ્ઠ છે, તેથી કાર્યને જાણનારા (કુશળ) પુરે હંમેશાં તે દર્શનની અંદર ચિત્ત જોડવું તે દર્શન-સમ્યકત્વને વિદ્વાને એક પ્રકારે, બે પ્રકારે,
૧ નીચે લટકતું મોટું મોતી અથવા ચક૬. ૨ મોક્ષ-ગતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org