________________
૩૧૦
શ્રી વિમળનાથ ચરિત્ર શાલિના રક્ષકએ તે પારેવાને જોયા. તેઓ પારેવાની પાછળ લાગુ થઈ ગયા. ત્યાં સર્વ પ્રકાર તેમના જેવામાં આવ્યા પછી તેઓએ જઈને રાજાને તે વાત જાહેર કરી, તે ઉપરથી રાજાએ કેકાસ રથકારને પોતાની પાસે બેલા. અને પુછયું કે, “તું આવું જેમ નવીન વિજ્ઞાન જાણે છે, તેવું બીજું કાંઈ પણ જાણે છે કે ?” રથકારે કહ્યું, “હું સવ જાણું છું.” પછી એક વખતે સુકૃતી રથકારે કાષ્ટને ગરૂડ બનાવ્યું. રાજા પિતાની યશેમતી રાણી સહિત તે રથકારને લઈ તે ઉપર આરૂઢ થયે, અને ફરવા ચાલે. અયોધ્યા, તામલિપ્તિ, ચંપા, દ્વારિક, અને લંકા વિગેરે નગરીઓ તેને નામ આપીને બતાવી તેમજ અષ્ટાપદ, ગિરનાર અને શવુંજય વિગેરે પર્વતે અને સમુદ્ર પ્રમુખ પણ બતાવ્યા.
એક વખતે તેઓ આકાશમાર્ગે ચાલી કેઈ સાધુની પાસે ગયા. સાધુએ તેઓને શ્રાવકને બાર પ્રકારને ધર્મ સંભળાવ્યું. પછી તે બંનેએ તે સાધુની પાસે દેશાવકશિક વ્રત ગ્રહણ કર્યું. તેમાં એ નિયમ લીધે કે, “દિવસમાં સો જનથી વધારે જવું નહિ.”
એક વખતે વિજયા નામની રાણીએ પોતાના મનમાં વિચાર્યું કે, “ રાજા - તાની યશામતિ રાણીને જ સાથે લે છે, અને તે કદિ પણ લેતા સાથે નથી, તેથી હું એવું કાંઇ કામ કરું કે જેથી તેઓ બંને સ્વતઃ(સહેજે) સંકટમાં પડે.” આવું વિચારી તે વિયાએ બીજા કેઈ શિલ્પીને બોલાવી એક બીજી યંત્ર ખીલી કરાવી અને જે વડે પાછા અવાય. તે યંત્ર ખીલીને તેણીએ કય એક છુપાવી દીધી અને તેના સ્થાનમાં બીજી તૈયાર કરાવેલી યંત્ર ખીલી મુકી દીધી. રાજા યશોમતી રાણીની સાથે ગરૂડ ઉપર ચડયો અને ત્યાં સાથે રહેલા કેકાસે ગરૂડને ચલાવ્યું. આકાશમાર્ગે જતાં રાજાએ પોતાના વાહક કેકાસને પૂછયું કે, “આપણે કેટલા જન આવ્યા?” તેણે કહ્યું, “આપણે સોયેજન આવ્યા છીએ.” રાજા છે. “ તો પછી ગરૂડને પાછોવાલે કે જેથી આપણા બનેના નિય. મનો ભંગ ન થાય.” પછી જે ખીલીના યંત્રથી પાછું આવી શકાય તે ખીલી તેને મારવા માં તે પણ ગરૂડ પાછા વળે નહિ, એટલે રાજાએ કહ્યું કે, “ગરૂડ પાછો કેમ વળતો નથી?” વાહકે જણાવ્યું કે, “અહિં ખીલીના યંત્રમાં કોઈ ફેરફાર થઈ ગયો છે. તેવામાં તે ગરૂડની પાંખ ભાંગી ગઈ અને ગરૂડ પદ્ધ ગયે પણ સારા ભાગ્યે તે કઈ સરોવરમાં પડયો એટલે તેઓ બધા તરતજ તરીને બાહર નીકળી ગયા દેવ અતિશય બળવાનું છે. તે વખતે રાજાએ રથકારને પુછ્યું કે, “આ કયું નગર છે?” રથકારે કહ્યું. “આ કલિંગ દેશના રાજાનું નગર છે.” પછી રથકાર ખીલી લેવાને માટે નગરમાં ઉતાવળે ગયે અને રાજા તથા રાણું તે સરેવરની પાલ ઉપર બેઠા. રથકારે કેઈ સુથારને ઘેર જઈ ખીલી કરવાને માટે ઉત્તમ કાષ્ટની માગ કરી, તેણે તેવું કાષ્ઠ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org