SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા વ્રત ઉપર અરૂણદયની કથા ૩૦૭ હંમેશાં સર્વને સંમત છે. જનસમૂહે નમેલા મહાદેવ વિગેરે દેવતાઓ પણ તમને ભકિતથી વંદના કરે છે, તે પછી બીજા બુધ-વિબુધની શી વાત કરવી?” આ પ્રમાણે સ્તુતિ કર્યાથી સંતુષ્ટ થયેલા સરસ્વતીએ સંતુષ્ટ થઈ તે કુમારને એક હજાર વિદ્યાઓ આપી અને શાંતિમતિ નામે એક વિદ્યાધરની પુત્રી પણ આપી. પછી “મારી ઉપર દેવીને મોટે પ્રસાદ થયે” એમ કહી કુમાર ગેખ ઉપર બેઠે. તેવામાં વજગ નામના વિદ્યાધરની પુત્રી શાંતિમતી દેવીની પૂજા કરવા માટે ત્યાં આવી તે સુંદર કુમારને જોઈ હર્ષ પામી ગઈ. તત્કાળ તેણીએ પિતાની પ્રતિહારીને કુમારની સમીપ મેકલી. તેણે કુમારને આ પ્રમાણે સવચન કહ્યું, “ભદ્ર ! જ્યાં સુધીમાં રથનપુર નગરમાંથી વિજોગ વિદ્યાધર અહિં આવે, ત્યાં સુધી શિષ્ટજનેને પ્રિય એવા તમે અહિં રહેજે, જેથી તે પિતાની શાંતિમતી પુત્રી તમને ઉત્સવ સહિત આપે.” કુમાર ત્યાં સુધી કાર્યો તેવામાં વાવેગ વિદ્યાધર ઘણી સામગ્રી અને ઘણું ભેટે સાથે લઈને ત્યાં આવ્યું. તેણે પિતાની પુત્રી સાથે કુમારને વિવાહ કર્યો તે વિદ્યાધરના પુત્રે હર્ષથી પોતાનું રાજ્ય પણ કુમારને આપ્યું. પછી તેને પિતાના નગરમાં લઈ જવામાં આવ્યું ત્યાં વિસ્તારવાળી સમૃદ્ધિથી પ્રસન્ન થયેલે અને જનસમૂહે પૂજેલો તે કુમાર નીતિથી રાજ્ય કરવા લાગે. એક વખતે કુમારે વજાગ વિદ્યાધરને આ પ્રમાણે કહ્યું, “જે નાટન્મત્ત વિદ્યાધરે મને મારા મંત્રીની સાથે કુવામાં પાયે હો, તેની ઉપર ચડાઈ કરીને મારે તેને જીતી લે છે.' વાગે તે વાત કબુલ કરી અને એણે વિદ્યાઓ સાધી લીધી, પછી કુમાર ચતુરંગ સેના સાથે લઈ તેના નગરમાં ગમે તે સમયે નાટન્મત્ત વાયુવેગ નામના વિદ્યધરના શરણે ગયે. કુમાર અરૂણદેવે એક દૂતને મોકલ્યા. તે દૂતે જઈ નાટોન્મત્ત અને વાયુવેગને કહ્યું કે, “તમે બંને તરત કુમાર અરૂણદેવને શરણે આવો અથવા યુદ્ધભૂમિમાં આવે. ”દૂતનાં આ વચન સાંભળી બંને વિદ્યાધર યુદ્ધને માટે તૈયાર થઈ નગરની બાહેર આવ્યા. બલવાલા કુમારે તે બંનેને જીતી લીધા પછી સર્વ વિદ્યાધરેએ મળીને કુમાર અરૂણદેવને વિદ્યાધરના એશ્વર્યાનું પદ આપ્યું. એક વખત પોતાના રાજ્યને સુસ્થ કરી કુમાર વિદ્યાધરની સાથે પિતાના મણિમંદિર નગરમાં આવ્યો, તેના પિતાએ મહાન ઉત્સવ કરી તેને પુરપ્રવેશ કરાવ્યું, અને હૃદયમાં હર્ષ લાવીને પિતાનું સમૃદ્ધિવાળું રાજ્ય તેને સોંપી દીધું. પછી હૃદયમાં પ્રતિબંધ પામી પિતે ગુરૂની પાસે દીક્ષા લીધી. અરૂણદેવ ત્યારથી ત્રણ ખંડને અધિપતિ થયે. એક વખતે વાજિંત્રોના સમૂહસાથે જિનેશ્વરનો ઉત્તમ રથ નગરમાં ફરતો ફરતો રાજ દ્વાર આગળ આવ્યો. અરૂણદેવ તેને નમસ્કાર કરવાને સત્વર આવ્યા ત્યાં એક મુનિને જોઈ તેને મેટી મૂછી આવી ગઈ, જાતિસ્મરણ થઈ આવતાં રાજાએ પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy