________________
નવમા વ્રત ઉપર અરૂણદેવની કથા
૩૦૫ વચન સાંભળી તે સદ્દબુદ્ધિ વાનરે તે મુનિના પાસે ભાવ સામાયિક અભિગ્રહ ધારણ કર્યો. પછી તે સાધુ સમેતપર્વત ઉપર જઈને પિતાના ગુરૂને મલ્યા. તે વાનરે અન્યદા પર્વત ઉપર સામાયિક આદર્યું. ભાવિભાવના ચગે ત્યાં કેઈ એક સિંહ આવી ચડે. ત્યાં તે વાનર આર્ત તથા શૈદ્રધ્યાનને ૫રિહાર કરીને સ્થિર રહેલે તેને તે સિંહે ભક્ષણ કરી લીધે તે મૃત્યુ પામી જિનશાસનનું સાનિધ્ય કરનારો મહદ્ધિક અને ધાર્મિક વ્યંતર દેવતા થયું. ત્યાં ઘણું સુખ ભેગવી કાલ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને તે યથાર્થ નામથી વિખ્યાત મણિમંદિર નામના નગરમાં રાજા મણિશેખરની પત્ની મણિમાળાના ઉદરમાં ઉત્પન્ન થયા. રાત્રે શુભ સ્વમાથી સૂચિત અને યંગ્ય ક્રિયાવાલે તે પૂર્ણ સમયે પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ અરૂણદેવ પાડવામાં આવ્યું. તે અનુક્રમે કલાકલાપથી ચુત થઈ યૌવનવયને પ્રાપ્ત થયું. એક વખતે તે સુમતિ નામના અમાત્યની સાથે વનમાં ગયે, ત્યાં વચમાં આવેલી એક સ્ત્રીને હીંડાળા ઉપર બેઠેલી જોઈ. તે યુવતિના કટાક્ષોથી વીંધાએલો તે તેણીની પાછળ ચાલે ત્યાં તે સ્ત્રી તત્કાળ અદશ્ય થઈ ગઈ. તે સમયે કોઈ વિદ્યાધર તેની આગળ પ્રગટ થયું અને તેણે કપના આટેપથી અતિ આકુલ થઈ તે કુમારને આ પ્રમાણે કહ્યું. “અરે ! ગ્રહણ કરેલી આ સ્ત્રીની તું ઇચ્છા કરે છે, જે તેની ઈચ્છા કરવી હોય, તો મારી સાથે યુદ્ધ કર્યું.” આ પ્રમાણે કહી તે કુમારની સાથે તેણે યુદ્ધ કર્યું. વિદ્યાધર કુમારથી હણાઈને વૃથા પલેકે ગયા (મરણ પામ્યા. ) તે વખતે નાટોન્મત્ત નામના તે વિદ્યાધરના બંધુએ આવી તે કુમારને અને સુમતિમંત્રીને ઉપાડી આકાશમાં ફેંકયા. તેઓ બંને પડતાં પડતાં એક કુવામાં પડ્યા. કુવામાંથી ઘનું પુંછડું અવલંબી તેઓ બંને બહાર નીકળ્યા. તે વખતે તૃષાતુર થયેલા કુમારે મંત્રીને કહ્યું કે, “મંત્રી તમે અહિં રહે. મને તૃષાની અતિ બાધા થઈ છે, તો હું ગામ વિગેરેમાં જઈ કઈ જલના સ્થાનની તપાસ કરૂં.” આ પ્રમાણે કહી મંત્રીને ત્યાં મુકી કુમાર બે કેશ આગળ ગયે, ત્યાં કાંગરાવાળો એક કીલો તેના જેવામાં આવ્યું. તેની અંદર તેણે પ્રવેશ કર્યો, ત્યાં લક્ષમીદેવીનું એક મંદિર જોયું. તે મંદિરમાં ક્ષેભ પામ્યા વગર તે દાખલ થયે, તેવામાં તે નરકુંજરકુમારે એક દુઃખી સ્ત્રીને અને અશોક વૃક્ષની શાખા સાથે બાંધેલા પુરૂષને અવેલેક. કુમારે તે દુઃખી સ્ત્રીને પુછયું, “બાઈ તું દુઃખી કેમ દેખાય છે? અને આ પુરૂષને કેણે બાંધ્યો છે? તે મને કહે.” તે સ્ત્રી બેલી, “ અમારે વૃત્તાંત સાંભળે, આ લક્ષ્મીરમણ નામે લક્ષમીદેવીનું પુરાતન કીડાદ્યાન છે. પૃથ્વીમાં જે કોઈ પુરૂષ આ ઉદ્યાનના પુષ્પાદિક ગ્રહણ કરે છે તે પુરૂષને લક્ષમીદેવી તરત વેગથી નિગ્રહ કરે છે. આ મારા સ્વામીએ આ ઉદ્યાનના પુષ્પાદિ ગ્રહણ કર્યો, તે ઉપરથી લહમીદેવીએ તેમને આ અશોકવૃક્ષની શાખા સાથે બાંધેલ છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org