SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા વ્રત ઉપર રોહિણેયની કથા ને અને લોકોના અપવાદને પ્રાપ્ત થશે. તેમજ પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતને પાળવાથી દેવદત્તાને આ લેક અને પરલોકમાં પરમ સુખ પ્રાપ્ત થયું. તે બારમા દેવકને પામે. સુકાષ્ટ. અ૬૫સંગવાળે અને આશ્રવને રોકનારે પુરૂષ વહાણની જેમ પિતે તરે છે અને બીજા ગુણવાળને તારે છે. તેથી ઉત્તમ પુરૂએ તે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત પાળવું જોઈએ. એ વ્રત પાળવાથી બીજા સર્વ વ્રતનું પાલન થાય છે. દયા (અહિંસા) વિગેરે આ પાંચત્ર પંચમહાવ્રતની અપેક્ષાએ ગૃહસ્થોના પાંચ અણુવ્રત કહેવાય છે. ફતિ ઉત્તમ તક. દશે દિશાઓમાં જવાને માટે જે પ્રમાણ કરવામાં આવે, તેને પહેલું દિક્યુરિમાણુ નામે ગુણવ્રત બુદ્ધિવાનું પુરૂ કહે છે. આ દિવિતિ નામે પહેલું ગુણવત ગ્રહણ કરી જેમાં તેને પાળે છે, તેઓ રિહિણેયની જેમ સ્વજીવનું અને પરજનું રક્ષણ કરે છે. અને જે તે વ્રત અંગીકાર કરી પ્રમાદથી અથવા લેભથી તેને વિધે છે, તેઓ તે રૌહિણેયના પિતાની જેમ નાશ પામી જાય છે. રહિણેય અને તેના પિતાની કથા. પિતન નામના નગરમાં મૃગાંકમુખ નામે એક રાજા હતા. તેને નીતિઘટ નામે એક મંત્રી હતું. તે મંત્રીને રોહિણું નામે પ્રિયા હતી. એક વખતે રહિણી સગર્ભા થઈ, ત્યારે તે મંત્રીએ એક જોષીને પુછયું કે, “આ સ્ત્રીને શું આવશે?” જોષીએ કહ્યું. પુત્ર થશે, પણ તેને વીસ વર્ષ સુધી યત્નથી છુપે રાખવે જે છુપ નહીં રાખે. તે તે તમારા કુટુંબનો ક્ષય કરશે, તે વીશ વર્ષ પછી સારૂં કરશે, એમાં કઈ જાતને સંશય નથી. હવે તમને એગ્ય લાગે તે તમારે વિચારીને કરવું.” મંત્રી નીતિઘટે જોષીનાં આ વચનો સાંભળી તેને ઘણું દ્રવ્ય આપ્યું. પછી ગ્ય સમયે સ્થિરતાવાળી રોહિણીએ એક પુત્રને જન્મ આપે. મંત્રીએ તે પુત્રને તેની માતા સાથે ભૂમિગૃહ (ભેંયરા) માં રાખે અને હિણની બહેને ત્યાં રહી તેનું સૂતિકાકર્મ કર્યું. તે પુત્રને પિ રાખવાથી પિતાએ તેનું નામ પણ પાડયું નહિં. માતા રોહિણીના પુત્રપણાથી તે રોહિણેય એવા નામથી એલખાવા લાગે. તે ભૂમિગહમાં રહીને જ વૃદ્ધિ પામ્યો. પિતાએ ત્યાં ઉપાધ્યાયની પાસે શાસના સમૂહનું અધ્યયન કરાયું. તે મંત્રીના ઘરની સામે રત્નમાળા નામે એક વિદુષી કન્યા રહેતી હતી. એક વખતે તેણીએ તે પંડિતને આગ્રહથી પુછયું કે, “તમે હંમેશાં અહિં ક્યાં જાઓ છે? તે સત્ય કહે.” તે પંડિતે રોહિણેયને ભણાવા જવાને નવીન વૃત્તાંત કહી દીધે. બુદ્ધિના ૧ સુકાછ-સારા લાકડાનું. ૨ ગુણવાલા પક્ષે દોરી વાલા. પક્ષે સારી દિશાવાળું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy