________________
શ્રી વિમળનાથ ચરિત્ર, બલથી લીધું છે, હું પણ તેવી જ રીતે ગ્રહણ કરી લઇશદેડકાના જેવા બીજા અનેક પુરૂષને મારવાની શી જરૂર છે? હું તે તે સપના જેવા એક રાજાનેજ ભુજમાંથી મારી નાખીશ.” આવાં તેનાં વચન સાંભળી મંત્રી ભયભ્રાંત હૃદયવાલે થઈને તત્કાલ ત્યાંથી ચાલતો થયો. અગ્નિની પાસે વાઘ પણ રહી શકતો નથી.”
આ સર્વ વૃત્તાંત તે મંત્રીએ એકાંતે આવી પિતાના રાજા મેરકને ક, આથી તે પવન વડે અગ્નિની જેમ કેધથી પ્રજવલિત થઈ ગયે. તરતજ તેણે નિશાનને નાદ કરી પ્રસ્થાન મંગળ કર્યું. પ્રધાનોએ ઘણે વારવા માંડે તે પણ તે દ્વારિકા ઉપર ચાલો થયા. આ સમયે હર્ષથી યુદ્ધમાં જવા તૈયાર થયેલા પોતાના પુત્રને કઈ માતા કહેવા લાગી કે, “પુત્ર, હું પૂર્વે વીરપત્ની કહેવાતી તે તું હવે મને વીર પ્રસૂ-વીર પુત્રને જન્મ આપનારી કર્યો. ” કઈ પ્રેમી પત્ની પિતાના પતિને કહેવા લાગી કે, “સ્વામી, જગનૂની સ્ત્રીઓને આશ્ચર્ય કરનારી હું વીરપુત્રી તે છું, હવે તમારે રણભૂમિમાં એવું કામ કરવું કે જેથી મારી ખ્યાતિ એક વીરપત્ની તરીકે થાય. તમારે ઘરની કોઈપણ ચિંતા કરવી નહિં. તૃષ્ણાને હરનારી, હાથમાં અમૃત ઘરનારી અને સંતાપના સમૂહને નિવારનારી થઈને હું જીવિતમાં અને મરણમાં પણ તમારા પૃષ્ઠને છેડીશ નહિ.” આ વખતે કઈ વૃદ્ધ પિતા રણભૂમિમાં જવાની ઈચ્છા કરતાં તેના યુવાનપુત્રે અંજલિ જોડીને આ પ્રમાણે તેને કહ્યું, “તાત ! આવા વૃદ્ધપણમાં રણભૂમિની દીક્ષા લેવી મુશ્કેલ છે, તેથી આપને ઘેરજ રહેવું ઠીક છે. હું સશકત હોવાથી યુદ્ધમાં જઈશ.” કેઈ પિતાએ પુત્રને કહ્યું કે, “વત્સ, તારી વાર્તા તો રહી, પણ આપણા બધા કુલ કી લાજ આજે - રાખજે.” રણભૂમિમાં કાયર થયેલા કેઈ બંધુને તેના બંધુએ કહ્યું કે ક્ષત્રિોને
ધારાતીર્થ જ તેના પાપને હરનારું છે. સ્ત્રીના મહિને લઈને ઘેર રહેવાની ઈચ્છા કરનારા કેઈ પુરૂષને બીજાએ કહ્યું કે, “એ અબળા સ્ત્રી કોણ માત્ર છે? રણભૂમિમાં મરવાથી સ્વર્ગની ઘણી સ્ત્રીઓ તને વરશે.” દ્રવ્યના મેહથી ઘર છોડવાને અશકત એવા કોઈ પુરૂષને બીજાએ કહ્યું કે, “એ દ્રવ્ય તો નજીવું છે, યુદ્ધમાં તે તો દિવ્યલક્ષમી પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિવિધ-આલાપથી પ્રેરાયેલા સુભટે પિતાના ઘર છોડી યુદ્ધ કરવાને માટે રસવડે એકાગ્ર મનવાળા થઈ ચાલતા થયા. કુંભસ્થળરૂપ ગંડશેલ વાલા અને મદના ઝરણાથી મનોહર એવા અનેક ગજેકો જાણે જંગમ પર્વતે હેય તેવા દેખાવા લાગ્યા. ફીણ સહિત વિવિધ પ્રકારના આવર્તવાલા વેગથી પૃથ્વી ઉપર વ્યાપ્ત થતા એવા ઘડાઓ જાણે સમુદ્રના તરંગે હોય તેમ પૃથ્વીમાં પ્રસરવા લાગ્યા.
૧ ખતી ધાર ઉપર મરવું તે ધારાતીર્થ. ૨ ગંડલ એટલે પર્વતપણે મોટા પથરા. ૩ પર્વતપણે પાણીના ઝરણું. ૪ આવ–એક જાતની ઘોડાની શરીર પરની નિશાની અથવા યાળ. : રંગપક્ષે આવર્ત એટલે ઘુમરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org