SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ શ્રી વિમળનાથ ચરિત્ર, રીઓએ પિત–પિતાનું કામ હાથમાં લઈ ઘરને યોગ્ય એવું પ્રભુના જન્મ સંબંધી કાર્ય કર્યું અને ઈંદ્રાદિક દેવતાઓએ બાહેર ઉત્સવ કર્યા તે ઉપરથી પુત્ર જન્મને બધે વ્યવહાર અદ્યાપિ લોકોમાં પ્રવર્તે છે તેમ વળી સૌધર્મેદ્રની જેમ જેને જે અધિકાર તે પ્રમાણે તે કાલે સત્વર આવીને ગમનાગમન કરે છે. જ્યારે સુખકારી પ્રાતઃકાલ થ એટલે શ્યામાદેવી પિતાના કામદેવ જેવાં સુંદર પુત્રને જોઈ એટલા બધા ખુશી થયા કે તે પુત્ર વગરને સ્વર્ગને એક તૃણના જેવું પણ ગણતા નહીં. “ક્ષામાં પુત્રના મુખરૂપી ચંદ્રને જોઈને ઘણીજ ઉજવળ થઈ. તે ઘટિતજ થયું, પરંતુ મિત્રના ઉદયમાં તે તેજસ્વી હતા. તે ઘટિત ન હતું. શ્યામાદેવીને પરિવાર પણ તે શિવ-કલ્યાણયુકત પુત્રને જોઈ ગીતગાન વિગેરેથી હર્ષનો કૈલાહલ કરવા લાગ્યું. તે પછી તે પરિવારે અહં પુર્વિકાથી ઘણો હર્ષ પામી રાજાને પુત્ર જન્મના વૃત્તાંતની વધામણી આપી. રાજાએ આ પહેલે અને આ પછીન-એમ ક્રમ રાખ્યા શિવાય પોતાની રૂચિ પ્રમાણે દ્રવ્યની વૃષ્ટિ કરી. રાજાને એજ ધર્મ છે. “આ દયાળુ પ્રભુ પ્રાણીઓને સંસારરૂપી કારાગૃહમાંથી છોડાવશે.” એમ ધારી રાજાએ કારાગૃહમાંથી કેદીઓને છેવ મૂક્યા. એત્સવદિન જાણી બારણે ધંસરું ( શકટ-મુશલ) વિગેરે ઉંચા કરી દીધા. તરણ શ્રેણી બાંધવામાં આવી અને હર્ષના સ્થાનરૂપમતીએના ચેક પુરવામાં આવ્યા, સ્વસ્તિકની શ્રેણી રચવામાં આવી. રાજાએ ગીતગાન, દાન, સ્વજનવર્ગનું સન્માન અને હર્ષપ્રધાન ભેજન દાન કરાવ્યા તે વખતે સુંદર વસ્ત્રના પિષાકથી ભરેલા અને પુખેથી યુકત એવા ગોળ–અક્ષયપાત્ર રાજમંદિરમાં આવવા લાગ્યા. એવા કુલાચાર કર્યા પછી જ્યારે સૂતક નિવૃત્ત થયું એટલે રાજાએ સ્વજનના સમુહનું સન્માન કરી તેમની આગળ આ પ્રમાણે કહ્યું. “જ્યારે આ કુમાર ગર્ભમાં હતો, ત્યારે તેની માતાની બુદ્ધિ નિર્મળ થઈ હતી, તે ઉપરથી આ પુત્રનું નામ વિમળ પાડવામાં આવે છે. લક્ષમાધરના સમૂહને સ્વામી અને તુષ્ટિપુષ્ટિવાલે આ બાલક પાધરનું પય પીતા (સ્તનપાન કરતો નથી, તેનું ૧ પક્ષે શ્યામ એટલે રાત્રિ ચંદ્રના દર્શનથી ઊજવળ થાય એ ઘટિત છે. પણ તે ચંદ્ર મિત્ર સૂર્યને ઉદય વખતે તેજસ્વી રહે એ અઘટિત છે. આ પ્રભુરૂપી ચંદ્ર મિત્રોના ઊદયથી પણ તેજસ્વી હતા ૨ હું પહેલે જાઉં, હું પહેલો જાઉં” એમ કરવું તે. ક્ષમાધર–પર્વતોના સમૂહને સ્વામી-મહાન પર્વત તુષ્ટિપુષ્ટિ કરનાર છે અને તે જે Sધર મેઘનું પય-જલ પીતો નથી તેનું કારણ ધાત્રી પૃથ્વીનો દોષ છે. એટલે તે પર્વતની 30 vી છે, કે જે મેઘનું પાણી પીતી નથી. પ્રભુ પણે-ક્ષમાધર-મુનિઓના સ્વામી-પડધરસ્તનનું પય–દુધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy