SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી વિમળનાથ ચરિત્ર. ત્તિએ છત્ર બે મૂર્તાિઓએ બે ચામર અને એક મૂર્તિએ દુષ્ટોને નિવારનારૂં વજ લીધું. પછી બીજા દેવતાઓના સમૂહે યુકત થઈ જિનશાસનને ભકત એ તે ઇંદ્ર વિધિપૂર્વક પ્રભુને મેરૂપર્વત ઉપર લઈ ગયે. તે પર્વતની ચૂલિકાની દક્ષિણ તરફ આવે લા પાંડુક નામના વનમાં અતિપાંડુકબલા નામની કત કાંતિવાલી શિલા ઉપર આવ્યું. ત્યાં સ્નાન કરવાને એગ્ય એવા સિંહાસન ઉપર તે ઈંદ્ર પ્રભુને ઉત્સંગમાં રાખી તરત પૂર્વાભિમુખે બેઠે. તે વખતે જેના હાથમાં ત્રિશુલ છે, જેને વૃષભનું વાહન છે અને પુષ્પક નામના અતિપ્રૌઢ પ્રમાણવાલા વિમાન ઊપર જે રહેલો છે એ ઈશાન-ઈદ્ર અઠયાવીશ લાખ વિમાન વાસી ઉત્કૃષ્ટદેવતાઓની સાથે બીજા ક૫માંથી ઉતરી તિજીં દક્ષિણ દિશાને માર્ગે નંદીશ્વર દ્વીપમાં આવી ત્યાં પિતાના વિમાનને સંક્ષિપ્ત કરી ઘણું પરિવાર સહિત તે મેરૂ પર્વત ઉપર આવ્યો. બાર લાખ વિમાનોના શ્રેષ્ઠ દેવતાઓથી વીંટાએલે સનસ્કુમાર ઈદ્ર સુમન નામના રૂડા વિમાનમાં આવ્યો. આઠ લાખ વિમાન પતિ દેવતાઓથી પરિવૃત થયેલ માહેદ્ર ઇદ્ર શ્રીવત્સ નામના વિમાનમાં બેસી પ્રભુની સમીપે આવ્યું. ચાર લાખ વૈમાનિક દેવતાઓએ યુકત થઈ બ્રહ્મદેવલેકને પતિ ઇંદ્ર સંઘાવર્સ વિમાનમાં બેસીને પ્રભુની પાસે આવ્ય, પચાસ હજાર વિમાનપતિ દેવતાએની સાથે લાંતક ઈદ્ર કામગવ નામના વિમાનમાં બેસીને ત્યાં આવ્યું. ચાલીશ હજાર વિમાનવાસી દેવતાઓની સાથે શુક્રપતિ પ્રીતિગવ વિમાનમાં બેસીને હર્ષથી ત્યાં . છ હજાર વિમાનવાસી દેવેની સાથે સહસ્ત્રાર દેવલોકન ઇંદ્ર મનોરમ નામના વિમાનમાં બેસીને ત્યાં આવ્યો. આનત-પ્રાણત પતિ ઇંદ્ર ચારસો વિમાનવાસી દેવતાઓની સાથે વિમલનામના વિમાનમાં બેસી હર્ષપૂર્વક ત્યાં આવ્યું. આરણમ્યુત પતિ ઇંદ્ર ત્રણ વિમાનવાસી દેવતાઓની સાથે સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. આ સમયે રત્નપ્રભા નામની પૃથ્વીમાં ઘણી સંખ્યામાં વસનારા ભવનપતિ અને વ્યંતરેકનાં આસનો કંપાયમાન થયાં. અવધિજ્ઞાનથી જાણી તેઓના ચમર અને બલિ નામના બે ઇં, ધરણેન્દ્ર અને ભૂતાનંદ નામે બે નાગે, વેણુદારી અને વેણુદેવ નામે બે સુપર્ણોના ઈ ઢો, હરિ અને હરિરસેન નામે બે વિદ્યકુમારના ઈકો, અગ્નિમાણવ અને અગ્નિશિખ નામે બે અગ્નિકુમારના ઇં, પૂર્ણ અને વસિષ્ઠ નામે બે દ્વિીપકુમારોના ઈકો, જલકાંત અને જલપ્રભ નામે બે ઉદધિકુમારના , અમિત અને અમિતવાહન નામે બે દિકુમારના ઈકો, વેલંબ અને પ્રભંજન નામે બે વાયુકુમારના ઈ, મહાઘેષ અને સુષ નામે બે સ્વનિતકુમારના ઈ, કાલ અને મહાકાલ નામે બે વ્યંતરોના ઈ, સુરૂપ અને પ્રતિરૂપ નામે બે ભૂતોના ઈકિ, માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામે બે યક્ષોના ઈ, ભીમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy