SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી વિમળનાથ ચરિત્ર, આ વિધિ હોય છે. તે પછી પૂર્વરચક પર્વતના સ્થાનમાંથી આઠ દિકુમારીએ દદર્પણ લઈને આવી, ત્યાં આવી પિતાને આચાર સાચવી તે સુંદરીએ પિતાની દિશા તરફ ઉભી રહી. નંદા, ઉત્તરાનંદા, આનંદ,નદિવર્ધન, વિજયા, વિજય તી, જયંતી અને અપરાજિતા એવા તેમનાં નામ હતાં. દક્ષિણરૂચકમાંથી વિધિને જાણ નારી અને મર્યાદાવાળી આઠ દિકુમારીઓ હાથમાં ઝારીઓ લઈને આવી. સુપ્રહાર, સુપ્રદત્તા, સપ્રબુદ્ધા યશોધરા, લક્ષ્મીવતી શેષવતી, ચિત્રગુપ્તા, અને વસુંધરા એવા તેમનાં નામ હતાં. મહામારી, આધિ, અને વ્યાધિથી રક્ષણ કરનારી આઠ દિફકુમારી હાથમાં પંખા લઈને પશ્ચિમરૂચકમાંથી આવી. ઇલાદેવી, મુરાદેવી, પૃથિવી, પદ્મવતી, એકનાસા, નવમિકા, સીતા અને ભદ્રા-એવાં તેમનાં નામ હતાં. ઉત્તર વક્રિયને કરનારી આઠ દિફકમારીઓ હાથમાં ચામર લઇને ઉત્તરરૂચકમાંથી આવી, તેઓ જિન અને જિનમાતાને નમસ્કાર કરી પિતાની દિશામાં ઉભી રહી. અલંબુસા. મિશ્રકેશી, પુંડરીકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી-એવાં તેમનાં નામ હતાં. ચિત્રકનકા, સુતેરા, ચિત્રા અને સવામણું નામની ચાર દિકુમારીહાથમાં દીપક લઈ વિદિકરૂચકમાંથી આવી. રૂપાસિકા, સુરૂપ રૂપા અને રૂપકાવતી નામની ચાર દિકુમારીઓ મધ્યરૂચકમાંથી આવી. તેઓએ ચાર આંગળ છો પ્રભુનું નાભિનાળ છેદી પૃથ્વીમાં ખાડે છેદીને તેની અંદર પધરાવ્યું. પછી તે ઉત્તમ ખાડાને દિવ્ય રત્નથી પૂરી, તે ઉપર પીઠિકા બાંધી તેમાં કોના અકુરો આપિત કર્યા. પછી સૂતિકાગ્રહથી પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગૃહ બનાવી તેની અંદર ચોરસ શાળામાં સિંહાસન ગોઠવ્યાં પછી તે કુમારીઓએ શ્રી જિન ભગવાનને અને તેમની માતાને દક્ષિણ તરફના ઘરમાં લઈ જઈ ત્યાં ચતુશાલ ઉપર રહેલા રનમય સિંહાસન ઉપર રથાપિત કર્યા. ત્યાં દિવ્ય તેલથી ચાલી ઉદ્વર્તન કરી તરતજ તેમને પૂર્વ દિશાના કદલીગૃહમાં લાવી, ત્યાં પાદપીઠબાજોઠ–વાલા ભવ્ય સિંહાસન ઉપર બેસારી બંનેને નિર્મલ જલથી સ્નાન કરાવી વિભૂષિત કર્યા. પછી તેમને ઉત્તરના દિવ્યરત્નવાલા ચતુશાલના પીઠ ઉપર લાવી ક્ષુદ્ર હિમાચલ સંબંધી ગશીર્ષ ચંદન અભિગિક દેવતાઓની પાસે મંગાવીને મથન કરેલા અરણિના કાષ્ટના અગ્નિથી તે ગો-ચંદન) બાલી તે બંનેના હાથમાં (તેની) રક્ષાપોટ્ટલિકા બાંધી, પછી “તમે પર્વતના જેવા (દઢ આયુષ્યવાલા થાઓ” એમ પ્રભુના કાનમાં કહી બે પાષાણુના ગોળાને અન્ય અન્ય અફલાવ્યા. ત્યારબાદ જિનભગવાનને અને તેમની માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈ તે દિકુમારીઓ શ્રી અરિહંત પ્રભુના ઘણા ગુણોને ગાતી ગાતી તેમની આસપાસ ઉભી રહી. આ સમયે પ્રભુ પૃથ્વી ઉપર પધારતાં સર્વ ઇંદ્રના અચળ આસને એક વખતે ચલાયમાન થયાં. તત્કાલ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ જાણી તે સર્વે ઘણાં આનંદથી પુષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy