SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ વિમળનાથ પ્રભુનું ચ્યવન તથા જન્મ મુખ્ય એ એક દક્ષ પુરૂષ બે -“રાજન, દેવીએ એ સ્વને સ્પષ્ટ રીતે જોયાં છે, તેથી તમારે પુત્ર તીર્થકર થશે. જે તે સ્વપ્નો સ્પષ્ટ જોવામાં ન આવ્યા હોય તે ચક્રવર્તી થાય છે. સાત સ્વપ્નો જોવામાં આવે તે વાસુદેવ થાય છે, ચાર સ્વને જોવામાં આવે તે બલદેવ થાય છે. અને એક સ્વપ્ન જોવામાં આવે તે રાજા થાય છે.” તેમના આ વચન સાંભળી રાજા પરિવાર સાથે સંતુષ્ટ થયો. તેણે શરીરમાં રોમાંચ રૂપ કવચ ધારણ કર્યું અને હર્ષાશના ભારથી તે પ્રકાશમાન થઈ રહ્યો. પછી વસ્ત્ર વિગેરેના શિરપાવથી સંતેષ પમાડે તે સ્વમવાચકને તેમને ઘેર મોકલ્યા અને પછી તેણે મહારાણીને તે સર્વ વૃત્તાંત જણાવ્યું, તેથી તેણીના હૃદયમાં નિશ્ચય થયું. પછી હર્ષથી પુષ્ટ થયેલી શ્યામાદેવીએ બે હાથ જોઢ રાજાને કહ્યું. “સ્વામી, કલ્યાણના વિસ્તારને કરનાર મારે તીર્થકર પુત્રજ થાઓ.” સંતાનના વાક્યની સંતતિથી સુખમાં નિમગ્ન રહેનારા અને અધિક અધિક હર્ષને ધારણ કરનારા તે બંને દંપતીને દિવસે વેગથી પ્રસાર થવા લાગ્યા. તે ગર્ભના પ્રભાવથી રાજાના નગરમાં, અંત:પુરમાં, અને સ્વદેશમાં અને પરદેશમાં આધિ, વ્યાધિ કે પીડાની વાત રહી જ નહિં. તે સમયે ઈંદ્રની આજ્ઞાથી પવિત્ર કાર્ય કરનારા ઉત્તમ વાયુકુમાર દેવતાઓ હર્ષથી શ્યામાદેવીના મહેલના આંગણાને સાફસુફ કરવા લાગ્યા, મેઘકુમાર દેવતાઓ સુગંધિ જલથી સિચન કરવા લાગ્યા, છ ઋતુઓની દેવીઓ સુકર કુસુમના સમૂહની વૃષ્ટિ કરવા લાગી. વ્યંતરદેવીએ તેમના શરીરની શુશ્રુષા કરવા લાગી અને જતિષ્કદેવીઓ શ્યામાદેવીને રત્નમય દર્પણ દેખાડવા લાગી. જ્યારે જિનરાજ પ્રભુ શ્યામાદેવીના ઉદરે અવતર્યો, ત્યારે સર્વ લોકોને રાજાપણું પ્રગટ થઈ આવ્યું અને ઋતુરાજ વસન્ત પ્રસરવા લાગ્ય, પ્રભુ ભૂલેાકમાં આવતાં સર્વ વૃક્ષે ગ્યતા પ્રમાણે ખીલી મનુષ્યને પુષ્પ, ફુલે અને પત્રો આપવા લાગ્યાં, સમુદ્ર જિનપ્રભુનું સામીપ્ય પ્રાપ્ત કર્યા છતાં પણ ગ્રીષ્મઋતુ આવતાં “રાજપ્રસાદ મેળવી વેળા મર્યાદા મૂકવા લાગ્યા, પરંતુ શ્યામાદેવી એ “વામા છતાં પણ ધર્મ કર્મ કરવામાં મર્યાદા છોડી નહીં, પરંતુ ઉલટી તેણીને તે ઉપર (વિશેષ) શ્રદ્ધા થઈ. બાહેરના પ્રગટ જિન ભગવાન અને અંદર–ગર્ભગત જિનભગવાનની અંદર મહતું અંતર હોય છે. કારણકે સામાન્ય કેવળી અને જિનેશ્વર ભગવાન એ બે વચ્ચે અતિશય વડે મેટું અંતર તફાવત હોય છે.) અશાડ માસ અર્થે જતાં ત્રીજે માસે શ્યામાદેવીને જગત્ પૂજિત એવો સુકૃતને દેહદ ઉત્પન્ન થઈ આવ્યું. તે ઉપરથી અદ્યાપિ પણ સ્ત્રીઓમાં ઘણી ધર્મશ્રદ્ધા જોવામાં આવે છે. જેમાં મહાજન પ્રવર્તે તે માર્ગ કહેવાય છે જેમ જિનદષ્ટિ વડે ઊત્તમ શ્રાવકને અને અંતરદૃષ્ટિવડે પુરૂષને પ્રસરેલે તાપ શમી જાય છે. ૧ રાજપ્રસાદ એટલે રાજા રૂપ પ્રભુને પ્રસાદ પ ચંને પ્રસાદ, ૨ વામ એટલે વકપશે વામા-સુંદરી વિરોધાભાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy