________________
૧૦૦
શ્રી વિમળનાથ ચરિત્ર, કાને સંભળાય અને બે નેત્રોથી જેવાય, પણ જે તે સાવદ્ય દ્રષિત હોય, તો સાધુઓએ કેઈને કહેવું ન જોઈએ. ચોરપતિ બે -“ અરે મુનિ, એ ખરૂં છે, પણ તેવું બીજાઓની આગળ ન કહેવાય, પણ પિતાના માતા વિગેરે સ્વજનોને તે તેમનું હિત થાય તેવું કહેવું જોઈએ.” વાણુને નિયમમાં રાખનારા મુનિએ જવાબ આપે, એવી રીતે કહેવું, એ ગૃહસ્થાની સ્થિતિમાં ખરું, પણ જેઓ સર્વસંગને ત્યાગ કરનારા મુનિઓ છે, તેમને તે સર્વ સ્થળે સમાનભાવ રાખવું જોઈએ. અહે! આ જે મારી માતા છે, તે પૂર્વે અનંતવાર મારી માતા થયેલી છે અને અનંતવાર હું પણ તેની માતા થયેલ હેશે. જે માતા વિગેરે સ્વજન વર્ગ છે, તે સર્વ રીતે હિતકારી છે, તથાપિ દુર્ગતિમાં પડનાર પુરૂને તે સહાયકારી થતા જ નથી. જેમ ઘણા સહાયકે છતાં પણ અતિશય થયેલા રોગ વિગેરે ભોગવવા પડે છે, તેમ ઘણા સહાયક હોય, તોપણ જેણે જે કર્મ કર્યું તે તેને ભેગવવું જ પડે છે. ” મુનિની આવી દેશનાથી તે ચરસ્વામી પ્રતિબોધ પામી ગયે અને તેણે કહ્યું કે, “જેની આવી બુદ્ધિ છે, એવા આપને ધન્ય છે અને આ પૃથ્વી ઊપર આપ અગણ્ય પુણ્યવાલા છે. આજે મને પણ તરત પ્રતિબોધ થઈ ગયો છે, હવે આજથી હું ચોરીને ધંધો કદિ પણ કરીશ નહિં.” પછી તે ચેરપતિએ મુનિની કુલીન માતાને પોતાની માતાના જેવી માની તેણીને સત્કાર કર્યો અને પોતે જે લુંટયું હતું, તે બધું તેણીને સર્વથા શુદ્ધ-ઉદાર ભાવથી) પાછું આપી ઢીધું. ઉજ્વળ હૃદયવાલા તે કૃતજ્ઞ ચેરપતિએ પોતાના સ્વજનરૂપ બીજા ચારેને ચોરી કરવાના પાપથી રહિત અને શ્રી જિન ભગવંતની આજ્ઞા તથા આચારને ધારણ કરનારા કરી દીધા. હે મુનિ, એવી રીતે ગુણેથી શુભતા એવા તમારે સતત વાગગુપ્તિ ધારણ કરવી, જેથી પછી તમારી વાણી અન્યથા જુદી રીતની કે વૃથા-ગટની શી રીતે થાય? અર્થત ન જ થાય. જે દયાને લઈને કાચબાની જેમ પોતાના અંગ તથા ઉપાંગ સંકેચી કાત્સર્ગ વિગેરેમાં રહે, તે મુનિ કાયવુતિને ધારક કહેવાય છે. જે મનુષ્ય પિતાના હૃદયમાં વિવેક રાખી એ કાયમુનિને ધારણ કરે છે, તેણે દુઃખમાં પણ માર્ગે ચાલતા એક સાધુની જેમ તે પાળવી જોઈએ.
માર્ગે ચાલતા એક સાધુની કથા. કોઈ વિદ્વાન ઉત્તમ સાધુ સાર્થની સાથે ચાલતાં માગે પૃથ્વીકાય વિગેરે જીવનું સદા સાવધાન થઈ રક્ષણ કરતા હતા. તે સાથે સ્વાભાવિક રીતે જ્યાં જલવાલે પ્રદેશ હોય ત્યાં વસતે હતું, અને તેવા પ્રદેશમાં સહજ રીતે લીલેવરીમાં ઘણો ત્રસ જીવોને સંભવ હોયજ, ત્યાં તે વિચક્ષણ મુનિ સર્વ રીતે અતિ જયણાથી ભૂમિના ભાગને શોધીને રહેતા હતા. સાધુઓ પ્રાયે કરીને દયાળુ જ હોય છે. એક દિવસે તે સાથે જેમાં ઘણાં ત્રસ જીવે અને હરિતકાય-લીલોતરીના જ હતા, તેવા ભાગમાં રહ્યો. ત્યાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org