________________
કેવળી ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કરે છે. આ પ્રમાણે ગુરૂ વડે શિક્ષા પામેલ ધનમિત્ર મુનિએ એક વખતે કમની વિચિત્રતાથી ગુરૂએ વા છતાં, આ તપસ્યાથી હું બલીનો વધ કરનારે થાઉં તેવું નિયાણું બાંધ્યું. પછી કેવડે શરીરને દમન કરીને અનશન લઈ મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હવે બલીરાજા પણ દિક્ષા લઈ ચિરકાળ પાલન કરી મૃત્યુ પામી ઉત્તમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં દેવતાનાં સુખ ભોગવી આયુષ્યને ક્ષય થતાં. ત્યાંથી આવી આ ભરતક્ષેત્રમાં નંદન નામના નગરમાં સમરકેશરી રાજા થશે. તેની સુંદરી નામની રાણીની કુક્ષી એ બલીને જીવ દેવલોકમાંથી આવી ઉત્પન્ન થયા. જેનું નામ રાજાએ મેરાક પાડયું. સાઠ ધનુષ્યની કાયા અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળો મેરા પ્રતિવાસુદેવ ત્રણ ખંડને ભક્તા થયા.
આ અરસામાં દ્વારિકા નામે નગરીમાં રૂદ્ર નામે રાજા હતો, તેને સુપ્રભા અને પૃથ્વી નામે બે ઉત્તમ રાણીઓ હતી. પેલો નંદિ સુમિત્રને જીવ અનુત્તર વિમાનમાંથી
ચ્યવી સુપ્રભારાણની કુક્ષીમાં પુત્રપણે આવતાં બળદેવના જન્મને સુચવનારા ચાર મહા સ્વપ્ના રાણીએ જોયાં અને શુભ દિવસે કાંતિથી ઉજવલ એવા પુત્રને જન્મ આ. તેનું નામ પિતાએ ભદ્ર પાડયું. ધનમિત્રને જીવ અય્યત દેવલેકમાંથી વી રૂદ્રરાજાની બીજી રાણી પૃથિવીના ગર્ભમાં આવ્યો. વાસુદેવના જન્મને સુચવનારા સાત મહા સ્વમા રાણીએ જોયાં. અવસર પ્રાપ્ત થતાં પૃથ્વીરાણીએ શુભ લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. જેનું નામ સ્વયંભૂ રાજાએ પાડયું. અહિં બળભદ્ર, ભદ્ર અને સ્વયંભૂ વાસુદેવ અનુક્રમે મોટા થવા લાગ્યા. એકદા ઉદ્યાનમાં જતાં મેટું કટક જુવે છે, જે શશિસૌમ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરાકને દંડરૂપે મોકલેલું મોટું કટક જુવે છે, તે જતાં પોતાના ઉગ્ર સુભટને તે કટકમાં જેટલું હોય તેટલું બધું બળાત્કારે લઈ લેવા હુકમ કરે છે, જેથી સુભટે બધું લઈ લે છે. તેની મેરાક પ્રતિવાસુદેવની આગળ તે વૃત્તાંત જાહેર થાય છે, જેથી મેરાક ક્રોધાતુર બને છે, તેને મંત્રી, રૂદ્રરાજાને પુત્રો ભદ્ર અને સ્વયંભૂએ બળાત્કારે લઇ લીધાની ખબર આપે છે. પિતાને મંત્રીને રૂારાજાની રાજધાનીમાં મોકલે છે, મંત્રી રાજાને સમજાવી લીધેલ પાછું મેળવવા પ્રયત્ન કરે છે. મેરાક સામે નકામું વૈર ન ઉત્પન્ન કરવા અને મેરાકને બમણો દંડ આપવા જણાવે છે, જેથી સ્વયં ભૂ તે સાંભળી કોધે ભરાય છે અને મેરાકનો તિરસ્કાર કરી પાછું ન આપવા જણાવે છે, મંત્રી મેરાકને આ સર્વ વૃત્તાંત જણાવે છે. જેથી મેરાક કેધે ભરાય છે. અને લડવા સૈન્ય તૈયાર કરે છે, મંત્રીઓ નહિં લડવા માટે વાપરવા છતાં મેરાક દ્વારિકા તરફ ચાલવા લાગે. સામેથી તેને આવતે સાંભળી પોતાના બંધુ ભદ્ર સહિત સ્વયંભૂ વાસુદેવ પણ લશ્કર સાથે તૈયાર થઈ સીમાડા ઉપર ઉભો રહે છે. ભવિભાવ બળવાન છે. વાસુદેવ પ્રતિવાસુદેવને હણી ત્રણ ખંડ પૃથ્વીના પણ થાય છે તે અચલ નિયમ છે, તે મુજબ સ્વયંભૂને મેરાકે મુકેલું ચક્રરત્ન હસ્તમાં પ્રાપ્ત થતાં મેરાક ઉપર તે છેડતાં મેરાકનું મસ્તક છેદી નાંખે છે. પછી સ્વયંભૂ વાસુદેવ ભરતાદ્ધને સાધી કોટી શિલા ઉપાધિ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org