________________
શ્રી વિમળનાથ ચરિત્ર, કેમ થઈ? તેમજ તે બુદ્ધિવાલી પ્રમદાન છે, છતાં પ્રમદ-ઉત્કૃષ્ટ મદથી યુક્ત કેમ નથી?” ગુરૂ બોલ્યા, “રાજન, આ શીલવતીને પૂર્વભવે શીળનો આશ્રય કરેલે, તેથી આ ભવમાં પણ તેણીએ શીલની લીલા ધારણ કરી છે.” રાજા બે, “ભગવન, આ શીલવતીને પૂર્વભવ કે હોં?” ઘણું સંક૯પ-વિકલ્પને જાણનારા ગુરૂ બોલ્યા, “ કુશપુર નામના એક શ્રેષ્ઠ નગરમાં વિદુર નામે એક રાજા હતો, તે પ્રદરની પ્રાપ્તિમાં પણ અંદર અને સુંદર દેહને ધારણ કરનાર હતા, તે નગરમાં પાપકર્મ કરવામાં મંદ, સુખની લાશસાવાલે, મૂર્ખપણાને ત્યજનાર અને પુણ્યની લક્ષ્મીના કલશરૂપ તુલસ નામે શ્રાવક રહેતું હતું. તેને સુયશા નામે એક સ્ત્રી હતી. તે સ્કુરાય માન યશવાલી, પતિને વશ રહેનારી .તિથી હાથણીને જીતનારી અને સુંદર સ્ત્રીઓના વર્ગમાં શિરેમણિરૂપહતી. તેને ઘેર રવભાવથી રૂચિના પાત્ર રૂપ, અને દયા ધર્મમાં તત્પર એ દુર્ગમ નામે એક સેવક હતું તેની પત્નીનું નામ દુગિલા હતું, એક વખતે પર્યુષણ પર્વમાં સુયશા શ્રાવિકોએ દુગિલાને સાથે લઈ સાધ્વીની સમીપે પૌષધત ગ્રહણ કર્યું. ત્યાં ઉત્સવ થતો જોઈ દુMિલાએ ચંદન નામની પ્રવત્તિનીને પૂછયું કે, “આજે કયું પર્વ છે? - પ્રવત્તિનીએ તે ભદ્રિક સ્ત્રીને કહ્યું, “જેમ દેવામાં સર્વજ્ઞ પ્રભુ, અક્ષરમાં છે કાર, દાનમાં અભયદાન, ગુણેમાં વિનય, તીર્થોમાં શત્રુંજય, વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ સર્વ તપમાં શમ, તમાં સદર્શન, અને મંત્રમાં મેષ્ટિમંત્ર–નવકારમંત્ર ઉત્તમ કહેલ છે, તેવી રીતે પર્વોની અંદર પર્યુષણ પર્વ મોટું કહેલું છે. આ પર્યુષણ પર્વમાં જિનાલયમાં કે પિતાના ઘરે અછાન્ડિક ઉત્સવ કરે, નિર્ભય જીવદયા કરવી, બ્રહ્મચર્ય પાળવું, કેઈની સાથે કલહ કરે નહિં, કુકર્મવાલા વ્યાપારો છેડી દેવા, અમારી પ્રવત્ત વવી, યથાશક્તિ તપસ્યા કરવી, વિવિધ જાતના અભિગ્રહ લેવા, બે વખત પ્રતિક્રમણ કરવું, ત્રિકાલ દેવપૂજા કરવી, પાંચ દિવસમાં આદરથી કલ્પસૂત્ર સાંભળવું, ભાવના સહિત ઊત્તમ પ્રભાવનાઓ કરવી, અઠ્ઠમ તપ કરવું અને શ્રી જિનેશ્વરનું ધ્યાન ધરવું તેમાં આજનો મુખ્ય અદ્ભુત દિવસ છે, તેને માટે તો શું કહેવું?” દુર્ગિલા બેલી, “મેં આજે પ્રાતઃકાલે દાતણ કર્યું છે, તે છતાં જે ઉપવાસ થતો હોય તો મને કરો.” પ્રવત્તિની બોલ્યા, “તેં સચિત્ત જલવડે દાતણ કર્યું છે, તેથી તેને ઉપવાસ ક૫તે નથી, પરંતુ તારે આજે એકાસણું કરવું અને નિર્મલ શીલ પાળવું.” આ સાંભળી
૧ જે પ્રમદા પ્રકૃષ્ટ મદવાલી હોય તે પ્રમદ-પ્રકૃદમદથી રહિત ન હોય-એ વિરોધ.
૨ પ્રદર એટલે ઉત્કૃષ્ટ ભય, તેની પ્રાપ્તિમાં અંદર-ભય વગર અને સુંદર દેહ વાલે હતે. અહિં વિરોધાભાસ લેતાં પ્રદર-રોગની પ્રાપ્તિમાં પણ અદાદર વગર અને સુંદર દેહ વાલો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org