________________
३४३
તૃતીય પ્રકાશ કિલ્લા ઉપર આવ્યું. તેને ઊંચે ચડી કિલ્લા ઉપરથી બહાર પડતો સુભટોએ પકડી લીધો. પ્રાત:કાળે સુભટોએ તેને અભયકુમારને સોંપી દીધો. અભયકુમાર તેને રાજા પાસે લઈ ગયે.
ચરેલા દ્રવ્ય સાથે પકડાયેલા તે ચેરને જોઈ રાજાએ પૂછયું, તું કોણ છે ! ચોર બોલ્યો “રાજન ! હું શાલિગ્રામનો રહેવાસી અને દુગચંડ નામે રાજાને જમે ભરનારે ખેડુત છું. હું મારું કાંઈક કામ કરી રાત્રે મારા ગામ તરફ જાતે હતો તેવામાં તમારા સુભટોએ મને બીહરાવ્યું, એટલે કિલ્લો ઠેકી બહાર પડતાં સુભટોએ મને ચેર જાણી પકડી લીધો. હે સુજ્ઞ વિચક્ષણ રાજા ! વિચાર કરે. જે હું ચોર હોઉં તે મને ખુશીથી શિક્ષા આપે. અને મને મારવાથી અભયકુમાર જવે તેમ કરે.”
તેનાં આવાં વચન સાંભળી રાજાએ દઢ બંધનથી છોડાવ્યા પછી તેની ખાત્રી કરવાને માટે પિતાના સેવકને શાલિગ્રામમાં મોકલ્યા. રહિણેય ચેર એટલે બધે લુચ્ચો હતું કે તેણે પ્રથમથી શાલિગ્રામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો અને તેમની સાથે તે ચરે ઠરાવ કરેલો કે તેણે કદિપણ શાલિગ્રામમાં ચોરી કરવી નહીં અને તે ગામને મદદ આપવી, આથી તે લકે તેની સંવ વાત માન્ય કરતા હતા.
રાજા શ્રેણિકના સુભટોએ શાલિગ્રામમાં આવી ત્યાંના લોકોને પૂછયું કેઆ ગામમાં કઈ દુગચંડ નામે ખેડુત રહે છે ? તે ગામના લોકો કે જેઓ તેના સંકેત પ્રમાણે વર્તનાર હતા, તેઓ બેલ્યા. “હા, તે ખરી વાત છે. દુગચંડ આ ગામને રહેવાસી છે, તે ગઈ કાલે નગર તરફ ગયા છે, તે હજુ સુધી આવ્યો નથી, અમે સર્વે તેને વૃત્તાંત જાણવાને આતુર થઈ રહેલા છીએ.”
તે લોકોનાં આ વચન સાંભળી તે સુભટએ શ્રેણિક રાજાને તે વૃત્તાંત જણાવ્યો. તે વખતે રાજાએ વિચાર્યું કે- “આહા! આ કેવી વાત કહેવાય! અભયકુમાર મૃત્યુના ભયથી સરલ હૃદયના એક ગામડીયાને ચોર ઠરાવે છે.”
રાજાના મુખના ચહેરા ઉપરથી અભયકુમાર સમજી ગયો અને તત્કાલ તેણે વિચાર્યું કે- આ ચેરનું કાંઈ પણ કપટ છે. તે કેઈપણ રીતે ખુલ્લું કરવું જોઈએ. આમ વિચારતાં તે ચતુર પ્રધાનના હૃદયમાં બુદ્ધિ જ્યુરી આવી. તેણે દેવવિમાન જેવો સુંદર મહેલ રચાવ્યા. તે મહેલની અંદર સાત ભૂમિકાઓ રચી. અનેક પ્રકારના ચંદરવા અને મોતીઓના તેરણાથી તેને અલંકૃત કર્યો. રંભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org