________________
૩૩૮
શ્રી આત્મપ્રબંધ આ ગાથાને અર્થ ઉપર આવી ગયું છે. દશમી લેકસ્વરૂપભાવના છે. આ લેકના મધ્યભાગમાં ચતુર્દશ રજજુ પ્રમાણ લોક વિદ્યમાન છે. કટી ઉપર રાખેલા છે બે હાથ જેણે અને તિચ્છ પ્રસારેલા છે બે ચરણ જેણે એવા પુરૂષના આકાર જેવો આ લેક છે અથવા અમૃખ કરેલ મોટા શરાવની ઉપર રહેલ જે લઘુ શરાવ, તેના સંપુટના જેવી તેની આકૃતિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-સાત રજજુના વિસ્તારથી નીચે લેકના તલીયાથી ઊંચે થોડું થોડું સંકેચતા તીચ્છલેક એક રજજુ વિસ્તારવાલ છે. તે પછી ઉદવ ભાગે અનકમે વિસ્તારને પામતે બ્રહ્મદેવકને ત્રીજે પાથડે પાંચ રજુ વિસ્તારવાળે છે. તે પછી થોડે થોડે સંક્ષેપને ભજતો સવ ઉપરના લેકાગ્ર પ્રદેશને પ્રતરે એક રજુ વિસ્તારવાલ છે, એ રીતે યક્ત સંસ્થાનવા લેક છે, તે લોકને વિષે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય છે.
૧ સ્વભાવથી ગતિપરિણત જીવ અને પુદગલોનો માસ્ય અને જલની જેમ જે ઉપષ્ટભકારી સંબંધ તે ધર્માસ્તિકાય કહેવાય છે, * ૨ વટેમાર્ગુને છાયાની જેમ તેની સ્થિતિમાં જે ઉપષ્ટભકારી તે અધર્માસ્તિકાય કહેવાય છે.
૩ પૂર્વોક્ત બંને દ્રવ્ય પરદેશથી અને પ્રમાણથી લોકા-કાશતુલ્ય છે, તેમજ તેમને ગતિ અને સ્થિતિમાં પ્રવતતા અવકાશ આપવાથી જે અવગાહન ધર્મવાલો છે, તે આકાશાસ્તિકાય કહેવાય છે.
૪ જે ચેતના લક્ષણવાળે, કમને કર્તા તથા ભક્તા અને જીવનધમ છે, તે જીવાસ્તિકાય કહેવાય છે.
૫ જે પૃથ્વી, પવત આદિ સમસ્ત વસ્તુઓનું પરિણામી કારણ અને પૂરણગલન ધર્મવાલે છે, તે પુદગલાસ્તિકાય કહેવાય છે.
૬ જે વર્તના લક્ષણવાલે, નવીન પદગલિક વસ્તુને જીણું કરનાર તથા સમયક્ષેત્ર ( અઢી દ્વીપ) અંતવર્તી છે તે કાલદ્રવ્ય કહેવાય છે.
આ છ દ્રવ્યમાં એક પુદગલદ્રવ્ય મૂત છે અને બાકીના પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તેમજ એક છવદ્રવ્યને વજીને બીજા સવ દ્રવ્ય અચેતન છે. માત્ર છવદ્રવ્ય જ સચેતન છે.
અહીં પ્રશ્ન થાય છે કે- અસંખ્યાતા પ્રદેશમય કાકાશમાં અનંતાનંત છવદ્રવ્ય તથા તેથી અનંતગુણ અધિક પુદગલદ્રવ્યો શી રીતે રહેતા હશે? તેમને સંકડાશ કેમ ન થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org