________________
૨૭૫
દ્વિતીય પ્રકાશ
મંડક–હે આયુષ્મત ! તમે અને બીજા છદ્મસ્થ જ જ્યારે તે દેખતા નથી તો શું તે સર્વ નથી? તમારા મત પ્રમાણે તો ઘણા લોકો પણ ન હોય. આવા પ્રશ્નોથી તે અન્ય તીર્થિઓને નિત્તર કરી દીધા. તે પછી મંડક શ્રાવક ગુણશીલ ચૈત્યને વિષે રહેલા શ્રી વીરસ્વામી પાસે જઈ વંદના પૂર્વક યોગ્ય સ્થાને બેઠો ત્યારે ભગવાને મંડકને કહ્યું, “હે ભદ્ર! તું શોભનિક છે. કારણ કે તે અસ્તિકાને ન જાણતાં છતાં અન્યતીર્થિઓની આગળ હું નથી જાણ એમ કહ્યું, જો તું અજાણતો છતાં “હું જાણું છું” એમ કહ્યું હોત તો અરિહંતાદિકની આશાતના કરનારે થાત.''
પ્રભુનાં આવાં વચન સાંભળી મંડુક ખુશ થઈ ગયા. પછી પ્રભુને વંદના કરી ધમ દેશના સાંભળી પોતાને સ્થાને ગયે. આયુષ્યના ક્ષયથી અરુણાભ નામના વિમાનમાં પ્રથમ દેવલેકે ઉત્પન્ન થયો. તે પછી ત્યાંથી અવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પ્રાપ્ત કરશે.
એવી રીતે મંડુક શ્રાવકનું વૃત્તાંત કહેવાય છે.
ઉપર પ્રમાણે શ્રાવકપણું પામી તે પાળવાને માટે સર્વથા પ્રમાદનો પરિત્યાગ કરવો જોઈએ. તે કહે છે
"निशम्य विप्रोपनयं सुधीभिः प्रमादसंगोऽपि न कार्य एव । .
इहोत्तस्त्रापि समृद्धिहेती, महोज्ज्वलेऽस्मिन्निजधर्मकार्ये ॥ १ ॥"
“સારી બુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓએ દરિદ્ર બ્રાહ્મણનું ઉપનય–દષ્ટાંત સાંભળી આલોક તથા પરલોકમાં સમૃદ્ધિના કારણરૂપ એવા મહાન ઉજજ્વલ પિતાના ધર્મકાર્યમાં પ્રમાદનો સંગ પણ ન કરવો જોઈએ.”
દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત કોઈ એક નગરમાં જન્મપયત દરિદ્રી અને ઘણે જ આળસુ એક બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસે તે પિતાની સ્ત્રીની પ્રેરણાથી દાન લેવા માટે રાજાની પાસે ગયા. તેણે “ચિરકાલ ” ઇત્યાદિ આશીષ આપી. આકૃતિ ઉપરથી તેને દરિદ્રી જાણું અનુકંપાથી પ્રેરિત હૃદયવડે રાજાએ કહ્યું –“હે વિપ્ર ! સૂર્યાસ્ત થયા અગાઉ તારી ઈચ્છા પ્રમાણે મારા ભંડારમાંથી દ્રવ્ય લઈ તારું ઘર પૂર. હું તેવી આશા આપું છું.” આ પ્રમાણે કહી તે આશાની સાથે પિતાના નામથી અંકિત પત્ર લખાવીને તે વિપ્રને આપે. તેથી ખુશી થઈ બ્રાહ્મણે તે પત્ર લઈ પોતાને ઘેર આવી તે વૃત્તાંત પિતાની સ્ત્રીને જણાવ્યું. એટલે સ્ત્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org