SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી આત્મપ્રબોધ શક્યો વિનાની રેવતિ પિતાના પતિ સાથે એકલી બેગ ભોગવવા લાગી. તે ભેગથી આસક્તિથી માંસ અને મદિરાની પણ લાલુપ બની ગઈ. એક દિવસે તે નગરીમાં અમારિ ઘેષણ થઈ. આથી રેવતિને માંસ મદિરા મળવું દુર્લભ થયું. પછી તેણુયે પોતાના પિતાના ઘરના ખાનગી પુરૂષો બોલાવી કહ્યું કે, “તમારે દરરોજ ગાયના બે બે વાછરડા મારીને અહિ લાવવા” રેવતિના આ વચન પ્રમાણે તે પુરુષો તેમ કરવા લાગ્યા. રેવતિ આ વાછરડાનું માંસ ખાઈ મદિરાપાન કરતી વિચારવા લાગી. શ્રાવક મહાશતકે તે પછી ચૌદ વર્ષ અતિક્રમણ કરી પૂર્વની જેમ પુત્રને કુટુમ્બ ઉપર સ્થાપી પાષધશાળામાં આવી ધમ ધ્યાન કરવા માંડ્યું. આ વખતે તેની સ્ત્રી રેવતિ મદિરાનું પાન કરી મદોન્મત્ત બની વિખરેલા કેશવાળી અને મસ્તક ઉપરથી ઉત્તરાસંગ વસ્ત્ર ઉતારતી તે પૈષધશાળામાં આવી. ત્યાં આવી પોતાના ભર્તારને ઉમાદ ઉત્પન્ન કરાવવા હાવભાવ દેખાડતી શૃંગારના વાક્યો બોલવા લાગી. “હે મહાશતક શ્રાવક! તમે ધર્મથી સ્વર્ગ તથા મોક્ષાદિકના વાંછક થયા છો. આ તમારી ધર્મકરણથી શું થવાનું છે. તમે શા માટે મારી સાથે ભેગ ભેગવતા નથી?” તેણીએ આ પ્રમાણે કહ્યું, તો પણ તે મહાશતક શ્રાવક મૌન ધારીને રહ્યું. તેણીના એ વચનોનો તેણે અનાદર કર્યો. તે તો ધર્મ ધ્યાનમાં તત્પર થઈને રહ્યો હતો. રેવતિએ આ પ્રમાણે બે ત્રણ વાર કહ્યું. પણ તેણુનો અનાદર કરવામાં આવ્યો. પછી તે પોતાને સ્થાનકે ચાલી ગઈ. તે પછી શ્રાવક મહાશતક શ્રાવકની અગ્યાર પડિમા આરાધી અને બહુ પ્રકારના તપ કરી શરીરને સુકવી તે આનંદશ્રાવકની જેમ માત્ર નામી તથા અસ્થિવાળા શરીરને ધારણ કરનારે થયો હતો. એક દિવસે શુભ અધ્યવસાયે કરી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. તેનાથી પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશાના લવણસમુદ્રમાં એક એક હજાર યોજન પ્રમાણ ક્ષેત્રને જાણનાર અને જેનાર થયો. બાકીની દિશાઓને પણ આનંદ શ્રાવકની જેમ દેખાવા લાગ્યો. એક વખતે રેવતિ પૂર્વની જેમ મહાશતકને ઉપસર્ગ કરવા આવી ત્યારે તે ગાથાપતિ કોપાયમાન થઈ ગયા. અવધિજ્ઞાન પ્રયોજી તેણે રેવતિને આ પ્રમાણે કહ્યું, અરે રેવતિ! તું નહિ પ્રાર્થના કરવા યોગ્યને પ્રાર્થના કરનારી છે. તું સાત દિવસમાં અલસક....વ્યાધિથી પરાભવ પામી અસમાધિ વડે કાળ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy