SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ શ્રી આત્મ પ્રબંધ વળી તે સમયે ઈશાનેંદ્ર સુવર્ણરત્નમય લાકડી ગ્રહણ કરી વચમાં ગ્રહણ કરતા બીજા સામાનિક દેવતાને વજેતા છતાં જે દાન પામવાના છે, તેમને જિનેશ્વરના હાથથી દેવરાવતાં છતાં લેકો પાસે શબ્દ કરાવે છે કે, “હે પ્રભુ મને આપો.” ચમરેંદ્ર અને બલીદ્ર લોકોના લાભને અનુસારે પ્રભુના દાનની મુષ્ટિ પૂરે છે અને દેવરાવે છે. ભવનપતિ દેવતાઓ દાન ગ્રહણ કરનારા ભરત ક્ષેત્રના મનુષ્યોને ત્યાં લાવે છે. વ્યંતર દેવતાઓ તે મનુષ્યને પિતાને સ્થાને પહોંચાડે છે. જ્યોતિષી દેવતાઓ વિદ્યાધરને તે દાન ગ્રહણ કરાવે છે. વળી ઈંદ્રો પણ તે પ્રભુના દાનને ગ્રહણ કરે છે. કારણ કે, તે દાનના પ્રભાવથી દેવલાકમાં બાર વર્ષ પચત કોઈ પણ જાતને ફ્લેશ ન થાય. મોટા ચક્રવતી રાજાઓ પણ પોતાનો ભંડાર અક્ષય કરવા માટે તે દાનને ગ્રહણ કરે છે. શ્રેષ્ઠી પ્રમુખ ગૃહસ્થો પિતાની યશ કીર્તિની વૃદ્ધિને માટે અને રોગી પુરુષે પોતાના મૂળ રેગની હાનિ થવાને માટે તેમજ બાર વર્ષ સુધી નવો રોગ ઉત્પન્ન ન થાય તેને માટે એ દાનનું ગ્રહણ કરે છે. વધારે શું કહેવું ? સવ ભવ્ય એ દાનનો યોગ પ્રાપ્ત કરી પોતપોતાના વાંછિત અર્થની સિદ્ધિ થવા માટે શ્રી જિનેશ્વરના હાથથી દાન ગ્રહણ કરે છે. અભવ્ય આત્માઓ કદિ પણ તે દાનને પામતા જ નથી. શાસ્ત્રને વિષે અભવ્યજીને તીર્થકરોના હાથના દાન પ્રમુખ કેટલા એક ઉત્તમ ભાવોની પ્રાપ્તિની અયોગ્યતા કહેલી છે. તે કહે છે. जह अभवियजीवे हिं, न फासिया एवमाइयाभावा । इंदत्तमनुत्तरसुर, सिलाय नरनारयत्तं च ॥ १॥ केवलि गणहरहत्थे, पव्वजा तिथ्थवथ्थरं दाणं । पवयणसुरी सुरतं, लोगंतिय देवसामित्तं ॥२॥ तायत्तीससुरत्तं परमाहम्मिअ जुयलमणुअत्तं । संभिन्नसोय तह पुत्व, धराहारयपुलायत्तं ॥३॥ मइनाणाइसु लद्धि, सुपत्तदाणं समाहिमरणतं । चारणदुगमहुसिप्पय, खीरासव खीणठाणत्तं ॥४॥ तिथ्थयर तिथ्य पडिमा, तणुपरिभोगाइ कारणेवि पुणो । પુરવાર મારવિ, સમગ્ર વાર્દિ નો વર | ક चउदसरयणतंपिय, पत्तं न पुणो विमासणामित्तं । सम्मत्त नाण संयम, तवाइ भावा न भाव दुगे ॥६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy