________________
૧૬૮
શ્રી આત્મ પ્રબંધ ઉપર કહેલા લક્ષણથી વ્યતિરેક રીતે ઉલટી રીતે) વનારાઓની પ્રશંસા કરે છે.
" ते धन्ना सप्पुरिसा, जेसिं मणो पासिऊण पराभूई ।
ઇસા મૂર વિય, હવે સવg ગુરૂ” III
જે પુરૂષ પારકી સંપત્તિને દેખી” તે સંપત્તિને લેવાથી તે વધ બંધાદિકનું કારણ થાય છે અને તેનાથી ઉભયલોકમાં પરાભવ થાય છે. એ સંકલ્પ કરે છે, તે પુરૂષોને ધન્ય છે. તેઓને પુણ્યવાન સમજવા. તેઓ પર સંપત્તિને પરાભવરૂપ જાણે એટલે તેનાથી સર્વદા દૂર રહે છે.” (૧)
ચેરીના ફળો કહે છે. " वहबंधरोह मच्चू, चोरिजाउं हवंति इहलोए ।
नरय निवाय धणखय, दारिदाई च परलोए" ॥१॥ ચોરી કરવાથી વધ, બંધ, રાધ અને મૃત્યુ આલેકમાં થાય છે અને પરલોકમાં નરકમાં પાત, ધનનો ક્ષય અને દારિદ્ર વગેરે થાય છે. (૧)
અહીં વધ એટલે લાકડી વગેરે પ્રહાર, બંધ એટલે દોરી સાંકળ વગેરેનું બંધન તથા રેહ એટલે કારગૃહમાં વાસ અને મૃત્યુ એટલે શિરચ્છેદનાદિક જાણવું. અદત્તાદાનના ત્યાગનું દૃષ્ટાંત સહિત ફળ આ પ્રમાણે છે
"जं इत्थ जण पसंसाइ परभवे सुगइमाइ होइ फलो । __मुक्के अदत्तदाणे तं जायं नागदत्तस्स" ॥१॥
અદત્તાદાનનો ત્યાગ કરવાથી આ ભવમાં લોકોની પ્રશંસા અને પરભવમાં સુગતિ વગેરે ફળ પ્રાપ્ત થાય છે, તે અદત્તાદાનના ત્યાગથી નાગદત્તને શુભ ફળ પ્રાપ્ત થયું હતું. તે સ્વરૂપ તેની કથાથી જાણું લેવું.
નાગદત્તની કથા. વારાણસીનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તે નગરમાં ધનદત્ત નામે એક શેઠ રહેતો હતો. તે શેઠને ધનશ્રી નામે એક સ્ત્રી હતી. તેણીના ઉદરથી નાગદત્ત નામે એક પુત્ર ઉત્પન્ન થયો હતો. નાગદત્તને બાલ્યવયથી સદગુરુને યોગ થઈ આવ્યો. આથી તેણે જૈનધર્મને અંગીકાર કર્યો હતો. અનુક્રમે ગરુનો ઉપદેશ સાંભળી તે આ સંસાર ઉપરથી વિરક્ત થયો હતો. તેણે ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org