SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી આત્મ પ્રબોધ “જેઓ જીવિતને અંત થાય તે પણ થોડું ખોટું પણ બેલે નહીં અને જેઓ સત્ય બોલવામાં તત્પર રહે, તેવા સર્વ સાધુઓને મારે નમસ્કાર છે.' ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. સ્થલ એવું અદત્તાદાન એટલે નહીં આપેલ વસ્તુનું ગ્રહણ કરવું, તેનાથી વિરામ પામવું, તે સ્થૂલ અદત્તાદાન વિરમણ નામે ત્રીજુ અણુવ્રત કહેવાય છે, તે સચિત્તાદિ સ્થલ વસ્તુની ચેરી ન કરવારૂપ છે. તેને માટે કહ્યું છે કે " तइय वयंमि वइजा, सचित्ताचित्त स्थूल चोरिजम् । तिणमाइ तणुअ तेणिय, मेसो पुण मोत्तुमसमत्थो" ॥१॥ ત્રીજા અણુવ્રતને વિષે સચિત્ત-અચિત્ત સ્થલ ચોરીને વર્જવું. કેમકે, તૃણ વગેરે સૂમ વસ્તુની ચોરીને મુકવાને તે અસમર્થ છે. (૧) સચિત્ત એટલે દ્વિપદ (મનુષ્ય) ચતુષ્પદાદિ અને અચિત્ત એટલે સુવર્ણ, રૂપું વગેરે. ઉપલક્ષણથી આભૂષણ, વસ્ત્ર વગેરેનું ગ્રહણ કરવું. તેનો સ્થલપણે ત્યાગ કરે. સ્થલપણે સ્થળ બુદ્ધિથી, ચારને વ્યપદેશ હેતુપણથી પણ જાણવો, તો પછી સૂકમની શી વાર્તા ? તે આ પ્રમાણે તૃણ-ઘાસની સળી, લેઢાની સળી, નદીનું જળ, વનના ફૂલ, છાંણા, ઇંધણ વગેરેની સૂક્ષ્મ ચોરીનો ત્યાગ કરવાને ગૃહસ્થ અસમર્થ છે, કારણ કે, તેવી વસ્તુઓ લીધા સિવાય ગાય વગેરેના નિર્વાહનો અભાવ થાય છે. તેવી સૂક્ષ્મ વસ્તુની ચોરીને ત્યાગ તે સૂક્ષ્મદષ્ટિવાળા પુરૂષો કરી શકે છે. તે સ્થલ ચેરી જેટલા પ્રકારે ત્યાગ કરવા યોગ્ય "नासीकयं निहिगय, पडियं वीसारियं ठिअं नहें । પર કહ્યું તો, નિઝaહ્યું છે વિનrણે” III થાપણ મૂકેલું, દાટેલું, પડી ગયેલું, વીસરાઈ ગયેલું, ધણું મરી જવાથી કઈ એ ગ્રહણ ન કરેલ તેથી નષ્ટ થયેલું—એવું પરિદ્રવ્ય હરણ કરી પોતાની સવ સંપત્તિને ઉત્પન્ન કરવાને સમર્થ એવો કયે પુરૂષ પિતાના પુણ્ય રૂપ દ્રવ્યને વિનાશ કરે ? કઈ પણ ન કરે. વળી તે પરદ્રવ્યને હરવાથી માત્ર ત્રીજા વ્રતને ભંગ થાય છે, એમ નથી પણ તેથી પહેલા વ્રતને પણ ભંગ થાય છે, તે વાત જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy