SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી આત્મ પ્રધ વાદમાં યતના કરવી. સૂક્ષ્મ એટલે અલ્પવસ્તુ સંબંધી મૃષાવાદ તેનો યથાશક્તિ ત્યાગ કરવા યત્ન કર અર્થાતુ જો નિર્વાહ ચાલે તો સૂક્ષ્મ મૃષાવાદ પણ બેલિવું નહીં અને નિર્વાહ ન ચાલે તે તરતમયોગથી યતના કરવી. કહેવાને આશય એવો છે , છેડાથી નિર્વાહ થતું હોય તો વધારે મૃષા બેલવું નહીં. તે સત્યવ્રતને પ્રભાવ આ પ્રમાણે છે, તે કહે છે___“जे सच्च ववहारा, तेसिं दुठ्ठावि नेव पहवंति । नाइक्कमंति आणं ताणं दिव्वाई सव्वाई" ॥१॥ જે સત્યવાદી છે. તેમને દુષ્ટ પુરૂષ પણ કષ્ટ આપવાને સમર્થ થતા નથી અને સવ દિવ્ય તેમની આજ્ઞાનું અતિક્રમણ કરી શકતા નથી.” (૧) તે વિષે શ્રી કાલિકાચાય અને દત્તપુરોહિતની કથા કહેવાય છે, તે ત્રીજા પ્રકાશમાં કહેવાશે. તેમ વળી કહ્યું છે કે – “जलमग्निटूि कोशो विषं माषाश्च तंदुलाः । कालं धर्मः सुतस्पर्शो दिव्यानां दशकं मतम्" ॥१॥ “જલ, અગ્નિ, શત્રુ, કોશ, વિષ, મોષ (અડદ), તંદુલ, કાલ, ધર્મ, સુતને સ્પર્શ—એ દસ દિવ્ય કહેવાય છે.” (૧) એ રૂપ સવ દિવ્ય તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તે આશા આ પ્રમાણે છે. “હે જલ, તું મને ડૂબાડીશ નહીં.” “હે અગ્નિ, તું મને બાળીશ નહીં.” ઇત્યાદિ આજ્ઞાઓ જાણવી. હવે સત્યનું પ્રતિપક્ષી અસત્ય છે, તેને નિંદે છે. " वयणम्मि जस्स वयणं, निच्च मसचं वहेइ वच्चरसो। મુ ગઢન્હા, મા તં સતિ ગુઢા” મા. જેના મુખને વિષે સર્વ જગતને અનિષ્ટ અને અપવિત્ર એ અસત્ય વચનરૂપ વિષ્ટારસ નિરંતર વહ્યા કરે છે તે પુરૂષ શુદ્ધિને માટે જલમાં સ્નાન કરે છે, તેને જોઈ પંડિત પુરૂષો હસે છે.” (૧) કહેવાનો આશય એ છે કે, પુરૂષ અસત્ય વચન બેલી નિરંતર પિતાના આત્માને મલિન કરે છે અને માત્ર ત્વચા ઉપર રહેલા મળને પખાળવા જળથી પવિત્ર થવા ઈચ્છા રાખે છે, તે તેની કેવી મૂખતા કહેવાય ? તે વિષે બીજા મતવાળાઓ પણ આ પ્રમાણે કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy