________________
દ્વિતીય પ્રકાશ
૧૫૫ અલ્પારંભથી જે કાર્ય સાધ્ય હોય, તેમાં મહારંભ કરે નહીં એટલે બહુ સાવધ કર્મને ત્યજી અલ્પ સાવધને આચરે તે તરતમગ કહેવાય છે. હવે અન્વય અને વ્યતિરેકથી દયાનું શુભાશુભપણું દર્શાવે છે.
“यो रक्षति परजीवान , रक्षति परमार्थतः स आत्मानम् ।।
થો દંત્યવાન લવાન સ હૃત્તિ ના ગામનારમાન ” III જે બીજા ની રક્ષા કરે છે, તે પરમાર્થપણે પિતાના આત્માની રક્ષા કરે છે અને જે બીજા જીવોની હિંસા કરે છે, તે પિતાને હાથે પિતાના આત્માની જ હિંસા કરે છે. (૧)
અન્વય અને વ્યતિરેથી દયાનું ફળ, હવે અન્વય અને વ્યતિરેકથી દયાનું ફળ કહે છે. સુખ, સૌભાગ્ય, બળ, આયુષ્ય, બુદ્ધિ, કાંતિ અને લક્ષમી આદિ જે ફળે છે, તે દયાના ફળે છે. બહુ રોગ, શેક, વિયોગ, દુર્બળતા અને ભય વગેરે હિંસાના ફાળે છે. ઉપલક્ષણથી સંપત્તિ, સ્વગ વગેરે જે રમણિક છે, તે દયાના ફળ છે અને નરકાદિકમાં પડવા રૂપ તે હિંસાના અનિષ્ટ ફળ છે. આ પ્રમાણે સમજી લેવું.
પ્રથમ વ્રતનું દૃષ્ટાંતથી વર્ણન “સારવું સુર્વ કોમિતિ સંતુળો |
પ્રણવારા હૃતિ તે ” શા જે પ્રાણુઓને આ સંસારમાંથી ઉત્પન્ન થયેલા દુઃખથી મુક્ત થવાની ઇચ્છા હોય, તેમણે સુલસની જેમ અનુકંપા-દયામાં તત્પર થવું (૧)
સુલસનું વૃત્તાંત રાજગૃહીનગરીમાં કાલકસૂરિ નામે એક કસાઈ રહેતો હતો. તે પોતાની જ્ઞાતિના પાંચસે ઘરમાં મેટ હતા. તેને સુલસ નામે એક પુત્ર હતો. તેને અભયકુમાર મંત્રીને સમાગમ થઈ આવ્યો. આથી તે દયાધર્મને માનનારો શ્રાવક થઈ ગયો. સુલસનો પિતા કાલકસૂરિ દયાધમથી તદન રહિત હતો. તે હંમેશા પાંચસે પાડાનો વધ કરતો. રાજા શ્રેણિક તેને અટકાવતો તો પણ અભવ્યપણને લઈને તે તેવા નિંદ્ય કામમાંથી નિવૃત્તિ પામ્યું નહીં. અંતે તે મોટા ઉગ્ર પાપથી ભરેલા પિંડવાળે કાલક દુષ્ટ લેશ્યાના યોગથી મૃત્યુ પામી સાતમી નરકે ગયે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org