SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી આત્મ પ્રબોધ कि नंदिः किं मुरारिः किमु रतिरमणः किं नलः किं कुबेरः किंवा विद्याघरोऽसौ किमथ सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं नचायं न खलु नहि नवा नापि नासौ न चैषेः क्रीडां कर्तुं प्रवृत्तो यदिह महीतले भुपति भॊजदेवः ॥ १॥ આ પૃથ્વી ઉપર ક્રીડા કરવાને પ્રવર્તેલા ભોજરાજાને જોઈ કઇ બાલિકા આ વૃદ્ધ ડોશીને પૂછે છે કે, શું આ નંદિ (શંકર) છે ? શું આ કૃષ્ણ છે? શું આ કામદેવ છે? શું આ નળરાજા છે? શું આ કુબેર છે ? શું આ વિદ્યાઘર છે ? શું આ ઇન્દ્ર છે? શું આ ચંદ્ર કે શું આ વિધાતા છે ? તે વખતે ડોશી ના પાડે છે કે, એ સર્વમાંથી કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. પરંતુ તે આ પૃથ્વીપટ ઉપર કીડા કરવાને માટે પ્રવૃત્ત થયેલા ભેજ રાજા છે. (૧) ધનપાલના મુખથી રસિક કવિતા સાંભળી ભેજરાજા હૃદયમાં સંતુષ્ટ થઈ ગયો. તેણે સંતુષ્ટ થઈને કહ્યું, ધનપાલ, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, માટે જે ઈચ્છા હોય તે માગી લ્યો. “આ વખતે પ્રથમ સરોવરના વર્ણનથી નાખશે થયેલા રાજાના અભિપ્રાયને બુદ્ધિબળથી જાણીને કહ્યું, “રાજેન્દ્ર ! મને બે નેત્રો આપ.” રાજા આ વચનો સાંભળી અતિવિરમય પામી ગયો. તેણે પિતાના મનમાં ચિતવ્યું કે, મેં આ વાત કોઈને જણાવી નથી, તે છતાં આ ધનપાલના જાણવામાં શી રીતે આવી હશે? આ ઉપરથી મને લાગે છે કે, આ ધનપાલના હૃદયમાં કોઈ અલૌકિક જ્ઞાન હોવું જોઈએ. “આવું ચિતવી તે ધનપાલનો તેણે અનેક ઇનામો આપી માટે સત્કાર કર્યો. તે પછી રાજાએ ધનપાલને બે નેત્રીના વરદાનને માટે પૂછી જોયું, ત્યારે ધનપાલે કહ્યું કે, “સ્વામી. શ્રી જૈનધર્મની સેવાથી મારામાં એવી અલૌકિક બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેના બળથી હું તે જાણી શક્યો છું.” આ સાંભળી રાજ ભેજની જૈનધર્મ ઉપર શ્રદ્ધા થઈ અને તેણે જૈનધર્મની પ્રશંસા કરી હતી. પછી ધનપાલ કવિ શુદ્ધ શ્રાવક બન્યો હતો. તેણે શ્રાદ્ધધર્મ વિાધે, ઋષભ પંચાશિકા વગેરે કેટલાએક ગ્રંથની રચના કરી આણંત ધમની ઉન્નતિ કરી હતી. શ્રાદ્ધ-ધર્મ-વિધિ પ્રકરણમાં એક નીચે પ્રમાણે ગાથા લખેલી છે. ૧. તે ડોશીના મસ્તકનું કંપન આવા પ્રકારનું અર્થ સૂચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy