SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માટે આ કેસને કાલાની કેટ ઉપર પાછો મોકલી આપે. કેસ ચાલ્યો અને તેમાં દિગંબરોએ કટિસત્ર અને કચ્છટના ચિહને બહુ જ આછીપાતળા અને બારીક બનાવવાની માગણી કરી. તાંબરોએ કહ્યું કે ભૂતકાળમાં અંતરિક્ષજીની મૂર્તિના લેપમાં જેવી કટિસત્ર અને કચ્છોટની આકૃતિ કાઢવામાં આવતી હતી તેવી કાઢવાનો અમને અધિકાર મળવો જોઈએ. કે બંને પક્ષનાં અનેક સાક્ષીઓની જુબાની લીધી અને પુરાવાઓને આધારે ૧૩-૯-૧૯૪૪ તારીખે આવા આશયનો નિકલ ( Order ) આવે કે શ્વેતાંબરોને કટિસૂત્ર નથી કોટની લેપમાં આકૃતિ કાઢવાને અધિકાર છે. કટિસત્ર (કંદરા) ની પહોળાઈ ૧ ઈંચ જેટલી રાખવી અને કમરની એક બાજુથી બીજી બાજુ સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમરને ફરતી કટિસત્રની આકૃતિ કાઢવી. કટિસત્રની જાડાઈ છે એતૃતીયાંશ ઈચ જેટલી અર્ધ ગોળ આકારે કાઢવી. કટની જાડાઈ એકઅષ્ટમાંશ ઈચ જેટલી રાખવી અને પહોળાઈ ઉપરના ( પ્રારંભના ) ભાગ ૨ ઇંચ જેટલી અને નીચેના (છેડાના ) ભાગ આગળ ૨ા ઈચ જેટલી રાખવી. મૂર્તિનો લેપ ચાલતું હોય ત્યારે અને સુકાઈ જાય ત્યાં સુધી પૂજા-પ્રક્ષાલ ઉપર શ્વેતાંબરો પ્રતિબંધ મુકે તે સામે દિગંબરોએ વાંધો ઉઠાવવો નહીં અને તાંબરોને જ્યારે લેપ કરવો હોય ત્યારે લેપ કરી શકે છે, એ સામે દિગંબરોને વાંધો ઉઠાવવાનો અધિકાર નથી. આ પ્રમાણે હુકમ ( Order ) મળવાથી વેતાંબરોએ તરત જ લેપ કરવાની તૈયારી કરી દીધી અને જાહેર ખબર પણ આપી દીધી. તેટલામાં દિગંબરોએ આકલાના ચૂકાદા સામે ફરી પાછી નાગપુર હાયકેટમાં સન ૧૯૪૪ માં અપીલ કરી. હાયકેટના યુરોપિયન જજ R. E. પિલેકે ૮-૭-૧૯૪૭ ના રોજ નિકાલ ( Order) આપ્યો અને તેમાં આકેલા કેર્ટના આડરને મંજૂર રાખીને દિગંબરોની અપીલ કાઢી નાંખી. અને ટીકા કરી કે દિગંબર જાણી જોઈને કેસ લંબાવી રહ્યા છે માટે તાંબરોને જે કંઈ કોર્ટનું ખર્ચ થયું છે તે ભરપાઈ કરી આપવા માટે દિગબરોને હુકમ કર્યો. કે આ હુકમ મળતાં જ તાંબરોએ લેપની તૈયારી કરી દીધી તેટલામાં તે દિગંબરોએ નાગપુરની હાયકેટેમાં લેટર્સ પેટંટ અપીલ ( Letters Patent Appeal ) કરી અને લેપની અટકાયત ચાલુ રાખવાની ( Continuat ion of the stay ) માગણી કરી. પણ ૧૭-૩-૧૯૪૮ ના હુકમથી કોર્ટે એ અપીલ પણ કાઢી નાંખી, અને લેપ કરવા બદલ કોઈ પણ પ્રકારને મનાઈ હુકમ આપવાની ના પાડી. આથી કોઈ પણ જાતની આડખીલી વચમાં ન રહેવાથી ૩-૧૦-૧૯૪૮ તારીખે તારોએ લેપ કરવવાની શરૂવાત કરી, અને (૭૬) Jain Education International For Private & Personal Use Only wwjainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy