SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ IN - ' “ બંને પક્ષના લોકેએ સં. ૧૯૬ ૧ (સન ૧૯૦૫) : માં થયેલા ટાઈમટેબલને વળગી રહેવું અને તેના | નિયમોને પાળવા. પોતાના પક્ષમાં જે કંઈ નાણાંની આવક થાય તે અલગ અલગ એકઠી કરવાનો બંનેને અધિકાર છે. ( લેપ ખોદી નાખ્યાની વાત સાચી હોવા છતાં ) ક્યા માણસે લેપ ખોદી નાખ્યો છે, એ વાતને વેતાંબર સિદ્ધ કરી શક્યા ન હોવાથી નુકસાનીના બદલાની તેમણી માગણી કાઢી નાખ વામાં આવે છે વેતાંબરોને તેમના સમય દરમિયાન ચક્ષુ-ટીકા-મુગુટ--આંગી વગેરે રાખવાને હક્ક છે. તે જ પ્રમાણે દિગંબરોને પણ તેમના સમયમાં ચક્ષુ, ટીકા વગેરે સિવાય તેમની પદ્ધતિ પ્રમાણે પૂજ કરવાનો અધિકાર છે. તોબરો મૂતિનો લેપ કરાવે તેમાં તથા લેપમાં કંદરા | લગેટ વિગેરેનો આકાર કાઢે તેમાં દિગંબરોએ જરા પણ હરકત નાખવી નહીં, પર તું વેતાંબરોએ કંદોરા- કછેટ વગેરેનાં ચિન્હ એવા આછાં-પાતળાં કરવા કે જેથી દિગંબરોની લાગણી દુઃખાય નહીં મતિ અને મંદિર મળમાં શ્વેતાંબરી હોવા છતાં અત્યારે તાંબરોની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે. - આ ચૂકાદાથી વેતાંબરો અને દિગંબરો બંને નારાજ થયા. કોઈને પણ સર્વાધિકાર મળ્યો નહીં. તાંબરાને વહીવટ કરવાનો પણ સંપૂર્ણ અને અબા-- ધિત અધિકાર ન મળ્યો. લેપ કરવાનો અને લેપમાં કછેટ તથા કંદોરાની આકૃતિ કાઢવાનો અધિકાર તાંબરોને અવશ્ય મળ્યો, પણ કોર્ટનો હુકમ એટલો બધો અસ્પષ્ટ હતો કે કોટ અને કદરા વગેરેનો આકાર કેટલો મોટો કાઢવો એનો સ્પષ્ટ ખલા તેમાંથી મળતો ન હતો. આથી મધ્યપ્રાંતના જ્યુડીશિયલ કમિશ્નરની નાગપુરની કોર્ટમાં સન ૧૯૧૮ ના જલાઈની ૧૫મી તારીખે શ્વેતાંબરોએ અપીલ દાખલ કરી. દિગંબરો તરફથી પણ વેતાંબરો સામે અપીલ { Cross-appeal ) દાખલ કરવામાં આવી. આ અપીલને ચૂકાદ સને ૧૯૨૩ ના ઓકટોબરની ૧ લી તારીખે આવ્યો. ન્યાયાધીશ પી. એસ. કેટવાલ તથા એફ. ડબલ્યુ. એ. પ્રીડે (Prideaux) બંનેએ મળીને આપેલા ૧૬ પાનાં જેટલા વિસ્તૃત ચૂકાદાના અંતમાં બધા પુરાવાની ફેરતપાસ કરીને જણાવ્યું કે- “ આ કેસમાં મુખ્ય પ્રકન સંપૂર્ણ માલીકીનો નહીં પણ સંપણ વહીવટનો છે, તેથી તાંબરોને વહીવટને જે સંપૂર્ણ અધિકાર આપવામાં આવે તો તેમણે સંતોષ થશે. લેપમાં કંદોરા અને કછટ વગેરેને આકાર કેવો કાઢવો એની નિશ્ચિત સૂચના આપવાની અમને જરૂર જણાતી નથી ” મંદિર અને મૂર્તિ તો વેતાંબરી જ કબૂલ રાખવામાં આવ્યા. કેટેનું હુકમનામું નીચે પ્રમાણે છે. () “શ્વેતાંબરને મંદિર તથા મૂર્તિના વહીવટનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે. કટિસત્ર-કચ્છટ તથા લેપ કરવાને તાંબરાને સંપૂર્ણ અધિકાર છે. તેમની પદ્ધતિ પ્રમાણે ચક્ષુ-ટીકા-મુગુટ અને અન્ય આભુષણ ચડાવવાને પણ તેમને અધિકાર છે. () સન ૧૯૦૫માં થયેલા ટાઈમ-ટેબલની ગોઠવણ પ્રમાણે દિગંબરોને પણ તેમના સમય દરમિયાન ચક્ષુ ટીકા-મુગટ અથવા આભૂષણથી રહિત મૂર્તિની પૂજા કરવાનો અધિકાર છે માત્ર તેમણે કચ્છટ, કટિસૂત્ર તથા લેપને ન ખસેડવાં કે તે સંબંધમાં માથું મારવું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy