________________
એટલે પાચ્છુ વાળીને જોયું, તેથી પ્રતિમા ત્યાં જ આકાશમાં સ્થિર થઇ ગઈ અને ગાડુ તેની નીચેથી આગળ નીકળી ગયું. પ્રતિમા આગળ ન આવવાથી ખેદ પામેલા રાજાએ પછી ત્યાં જ પોતાના નામને અનુસારે શ્રીપુર ( સિરપુર ) ગામ વસાવ્યું અને ત્યાં જિનાલય અંધાવીને તેમાં અનેક મહાત્સવપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. રાજા હમેશાં તેની ત્રિકાળ પૂજા કરતા હતા.
અત્યારે પણ તે પ્રતિમા તે જ પ્રમાણે આકાશમાં અદ્દર રહેલી છે. પૂર્વે, માથા ઉપર પાણીનું બેડું ચડાવીને પ્રતિમાજીની નીચેથી સ્ત્રી નીકળી જાય એટલી અદર પ્રતિમા હતી, પરંતુ કાલક્રમે નીચેની ભૂમિ ઊંચે ચડી જવાથી અથવા મિથ્યાત્વ આદિથી દૂષિત કાલના ભાવી તિમા નીચે નીચે દેખાવા લાગી, છેવટે અત્યારે તેની નીચેથી માત્ર અંગલુછણું નીકળી શકે છે, અને ( પ્રતિમાની ) અને બાજુએ નીચે દીવા મૂકવાથી પ્રતિમા અને તેની નીચેની ભૂમિ વચ્ચે દીવાનેા પ્રકાશ ખરાબર દેખાય છે એટલી અદ્ધર છે.
જે વખતે રાજાએ પ્રતિમાને ગાડામાં સ્થાપી હતી તે વખતે અંબાદેવી અને ક્ષેત્રપાલ પણુ પ્રતિમા સાથે હતા. અંબાદેવીને સિદ્ધ અને મુદ્દે નામના બે પુત્રો હતા. ઉતાવળ ઉતાવળમાં અંબાદેવીએ તેમાંથી એક પુત્ર સાથે લીધા, પણ એક પુત્ર ભૂલથી પાછળ રહી ગયા. અંબાદેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યાં કે ‘ પાછળ રહી ગયેલા પુત્રને લઈ આવ. ' પણ અતિ વ્યાકુળપણે ચાલતા ક્ષેત્રપાળ પણ પાછળ પાછળ રહી ગયેલા પુત્રને ન લાવ્યા. તેથી અબાદેવીએ પાયમાન થઇને ક્ષેત્રપાળના માથામાં ટુ મે માર્યાં. અત્યારે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથામાં તે માણે જ જોવામાં આવે છે. આ પ્રમાણે અબાદેવી અને ક્ષેત્રપાલ જેની સેવા કરી રહ્યા છે અને ધરણેદ્ર તથા પદ્માવતી જેની ઉપાસના કરે છે, એવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભવ્ય લેકાથી અત્યારે પૂજાય છે, તેમ જ યાત્રાળુ લા યાગામહેાત્સવ કરે છે. આ પ્રતિમાના ન્હવણનુ પાણી આરતી ઉપર છાંટવામાં આવે તે પણ આરતી મુઝાતી નથી, તેમ જ પ્રતિમાના ન્હવણનું પાણી અંગ ઉપર લગાવવાથી દાદર, ખસ તથા કાઢ વગેરે રેગે નાશ પામે છે ઍવા અત્યારે પણ પ્રભાવ છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સબંધમાં જે કંઈ સાંભળવામાં આવ્યું તે પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ સ્વ-પરના ઉપકારને માટે શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનના કપમાં લખ્યુ છે.
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ તીર્થંકલ્પને સાર
આ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ આપેલા ઉપરના વૃત્તાંતમાંથી નીચેની મુખ્ય વાતો તરી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
( ૩૫ )
www.jainelibrary.org