SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ શ્રી, વિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરીએ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી.” ઉપરના લેખમાં એમ જણાવ્યું છે કે સં. ૧૭૦૫ માં ઔરંગાબાદના વતની અમીચંદ નામના શ્રાવકની પત્ની ઈન્દ્રાણી નામની શ્રાવિકાએ શ્રી વિજયદેવસૂરિજી મહારાજને હાથે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થમાં એ ધાતુના પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી એ વાત સિદ્ધ થાય છે કે આજથી ત્રણ વર્ષ પૂર્વે શ્વેતાંબરનો જ ત્યાં અધિકાર હતા. ઔરંગાબાદમાં તે વખતે જેનોનો - ઘણી મોટી વસ્તી હતી. ત્યાં દેરાસરો પણ ઘણાં હતાં તેમજ ત્યાં અનેક મોટા મોટા આચાર્યાદિ મુનિરાજના ચાતુર્માસ થતાં હતાં. અંતરિક્ષ તીર્થથી (શિરપુરથી) ઔરંગાબાદ ૧૨૦ માઇલ જ દૂર છે. સંભવ છે કે શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજ ઔરંગાબાદથી અંતરિક્ષજી પધાર્યા હોય અને ત્યાં ઔરંગાબાદથી આવેલા શ્રાવકેએ તેમને હાથે પ્રતિષ્ઠા કરાવી હોય. આ ધાતુનાં 'રતિમાજી શિરપુરથી ( અંતરિક્ષથી) અહીં જલગાંવમાં શી રીતે અને કયારે આવ્યા તે કંઈ કહી શકાતું નથી, કેમકે સામાન્ય રીતે ધાતુની મૂતિઓ “ચલ” હેવાથી એક સ્થાનેથી બીજે સ્થાને ગમે ત્યારે લઈ જવામાં આવે છે. આજે તાંબર-દિગંબરોનો ઝઘડો ઉપસ્થિત થયો ત્યારથી પ્રત્યેક વખતે વેતાંબરો એકાદ મૂર્તિ પણ અંતરિક્ષના દેરાસરમાં પધરાવે તે સામે દિગંબરે વાંધો ઉઠાવતા આવ્યા છે. અને આજથી ચાલીશ વર્ષ પહેલાં પૂજયપાદથી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સંઘ લઈને ત્યાં પધાર્યા હતા ત્યારે ત્યાં સંઘ રોકાય તેટલા થોડા દિવસ પૂરતી જ સંઘમાં સાથે લાવેલ મૂર્તિને પધરાવવા સામે પણ દિગ બએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને ઘણું મોટું તોફાન મચાવ્યું હતું અને છેવટે બધો તફાની મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો; પણ ઉપરના લેખનાં લખાણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તાંબરોને એ તીર્થ ઉપર અબાધિત અધિકાર હતો અને ત્યાં બીજા પ્રતિમાજી પણ ઈચ્છાનુસાર પધરાવવામાં આવતા હતા. આ દષ્ટિએ જોતાં આ લેખ અંતરિક્ષજી તીર્થના સંબંધમાં ઘણો મહત્ત્વનો અને ઉપયોગી છે. सं. २००७ फाल्गुन वद ८ श्रीऋषभजिनजन्मदीक्षाकल्याणक (पूर्व खानदेश ) म. जळगांव मुनिराजश्री भुवनविजयान्तेवासी मुनि जंबूविजय (૮૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy