________________
તે જલ કુ૫ ખણાબે જામ, પ્રગડ્યો કુ૫ અચલ અભિરામ ભર્યો નીર ગંગા જલ જો, હરખ્યો રાજા હિયડે હસ્યો. ૩૬ કરી મલોખાની પાલખી, માણિક મોતી જડી નવલખી; કાચે તાંતણે મેલી ઠામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ. ૩૭ પાસ પધાર્યા કઠે કુવા, ઉચ્છવ મેરૂ સમાના હુઆ; રથે જોતર્યા બે વાછડા, ચાલ્યા તે ખેડ્યા વિણ છડા. ૩૮ ગાય કામિની કરે કિલ્લોલ, બાજે ભુગલ ભેરી ઢોલ પાલખી વાહનને આકાર, નવિ ભાંજે પરમેસર ભાર. ૩૯ પ્રૌઢી પ્રતિમા ભારી ઘણી, પાલખી છે મલોખામણી; રાજા મન આવ્યો સંદેહ, કિમ પ્રતિમા આવે છે એહ ? ૪૦ વાંકી દષ્ટિ કર્યો આરંભ રહી પ્રતિમા થાનક થિર થંભ; રાજા લોક ચિંતાતુર થયો, એ પ્રતિમાનો થાનક થયો. સુત્રધાર સિલાવટ સાર, તેડી આ ગરથ ભંડાર આલસ અંગતણ પરિહરે, વેગે ઈહાં જિનમંડપ કરો. ૪૨ સિલાવટ તિહાં રંગરસાલ, કીધા જિનપ્રાસાદ વિશાલ ધ્વજદડ તારણ થિરથંભ, મંડપ માંડ્યા નાટારંભ ૪૩ પબાસણ કીધા છે જિહાં, તે પ્રતિમા નવિ બેસે તિહા; અ તરિક ઊંચા એટલે, તલે અસવાર જાયે તેટલે ૪૪ રાજા રાણી મનને કેડ, ખરચે દ્રવ્યતણી તિહાં કેડ; સપ્ત ફેણ મણિ સોહે પાસ, એલગરાયની પૂરી આસ ૪૫ પૂજે પ્રભુને ઉવેખે અગર, તિન ઠામે વાગ્યે શ્રીનગર; રાજા રાજલક કામિની, ઓગલ કરે સદા સ્વામિની ૪૬ સેવા કરે સદા ધરણે દ્ર, ઉમાવજી આપે આનંદ, આ સંઘ ચિહું દિશિતણા, માંડે ઓચ્છવ આન દ ઘણા. લાખેણી પ્રભુપુજા કરો, મોટો મુગટ મનોહર ભરો: આરતિએ સવિ મંગલમાલ, ભુંગળ ભેરી ઝાકઝમાલ ૪૮ આજ લગે સહકે ઈમ કહે, એક જ દોરો ઊંચા રહે; આગલ તે જાતે અસવાર, જ્યારે અલગ રાય અવતાર. જે જીમ જાયે તે તિમ સહી, વાત પર પર સદગુરુ કહી; બેલી આદિ જિસી મન રૂલી, નિરતું જાણે તે કેવળી ૫૦ અશ્વસેન રાય કુલ અવતંસ, વામા રાણી ઉદરી હંસ વાણારસી નગરી અવતાર, કરજે સ્વામી સેવક સાર. ૫૧ ભણે ગુણે જે સરલે સાદ, સ્વામી તાહરાં સ્તવન રસાલ ધરમી નર જે ધ્યાને રહે, બેઠા જાત્રાતણો ફળ લહે. ૫ર ઉલટ અખાત્રીજે થયો, ગાય પાસ જિનેસર જયે શૈલીશ બે કર જોડી હાથ, અંતરિક શ્રી પારસનાથ. ૫૩ સંવત પંદર પંચાશી જાણ, માસ શુદિ વૈશાખ વખાણું; મુનિ લાવણ્યસમય કહે મુદા, તુમ દરસન પામે સુખસંપદા.
| ( ૮૩ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org