________________
આર્ય ખપૂટાચાર્ય
*
૫૬
:
[ શ્રી તપાગચ્છ
બને. તેની કોઈપણ યુક્તિ-પ્રયુક્તિ ફાવી નહી અને છેવટે ક્રોધથી ધમધમતા તે બૌદ્ધાચાર્યે અણુશણુ કર્યું. મરીને તે યક્ષ થયા.
પૂર્વના વૈરભાવને કારણે તે યક્ષ સાધુઓ તેમજ શ્રાવકસંઘને પરિતાપ પમાડી ઉપસર્ગ કરવા લાગ્યો. શ્રી સંઘે તે ઉપદ્રવ નિવારવા માટે પ્રાર્થના કરવા બે મુનિઓને આર્ય ખપૂટાચાર્ય પાસે મેકલ્યા. તેમણે પોતાના શિષ્ય ભુવનને બોલાવી એક પરી આપી અને સાથે સાથે સુચના પણ કરી કે આ પરીને કદી ઉઘાડીને જઈશ નહિ. બાદ તેઓ ત્યાંથી વિહાર કરી ગુડશસ્ત્ર નગરે આવ્યા.
આર્ય ખપૂટાચાર્ય યક્ષમંદિરમાં જઈ તેના કાન પર પગ મૂકીને સૂઈ ગયા. યક્ષને પૂજારી આવતાં ચમકયો. તેણે રાજાને નિવેદન કર્યું. રાજા કોધથી ધમધમી ઉઠયો. રાજાએ પોતાના સેવકોને મોકલી તેમને બહાર કાઢવા સૂચના આપી પણ આચાર્ય તે ચોતરફ વસ્ત્ર લપેટી સૂતા હોવાથી જાગ્યા નહિ. સેવકોએ જઈને તે વૃતાંત રાજાને જણવ્યો તેથી રાજાએ એમને પત્થર અને લાકડીવતી મારવાની આના કરી. હુકમનો અમલ થતાં જ અંતઃપુરમાં કોલાહલ જાગ્યો અને કંચુકીઓ (પ્રતિહારીઓ) રાજા સમક્ષ જઈ કહેવા લાગ્યા કે કોઈ અદ્રષ્ટ પુરુષ લાકડી અને પત્થરોના પ્રહારોથી રાણીઓને હેરાન-હેરાન કરે છે. આ હકીકત સાંભળી રાજાને આચાર્યું કે વિદ્યાસિદ્ધ પુરષ લાગ્યા. “ચમત્કાર ત્યાં નમસ્કાર'' એ ન્યાયે રાજા સૂરિ પાસે આવ્યો અને નમ્ર તેમજ મધુર વચનથી શાંત કર્યા એટલે આચાર્ય પણું કપટ-નાટક બતાવતા જાગ્યા. રાજાએ તેમને પ્રણામ ક્યે..
બાદ આચાર્યyગ યક્ષને કહ્યું કે- “હે યક્ષ ! મારી સાથે ચાલ.” અને ખરેખર સૌના આશ્ચર્ય વચ્ચે યક્ષની સાથોસાથ બીજી દેવમૂર્તિઓ પણ ચાલી. વળી એક હજાર પુરુષો ચલાવી શકે એવી પત્થરની બે કરી ત્યાં પડી હતી તેને પણ સાથે ચલાવી. આવી અદ્ભુત શક્તિથી રાજા અને લોકે પણ જૈન ધર્મ પર વિશેષ પ્રીતિવાળા થયા. છેવટે રાજાની વિનતિથી યક્ષને પોતાના સ્થાને મોકલ્યો અને બે કુંડી ત્યાં જ રહેવા દીધી.
આ અરસામાં જ ભરુચથી બે મુનિઓ આવ્યા અને જણાવ્યું કે “ભુવને બળાત્કારથી પરી ઉધારી તેમાંથી પત્ર વાંચી પાઠસિદ્ધ આકૃષ્ટિ મહાવિદ્યા પ્રાપ્ત કરી છે. આને કારણે તે અભિમાની થઈ ગયો છે અને ગૃદ્ધિપૂર્વક આહારનો સ્વાદ લે છે. સ્થવિરેએ તેને શિખામણ આપી ત્યારે તે બૌદ્ધસાધુઓ પાસે ચાલ્યો ગયો છે અને આકાશમાર્ગે પાત્રો મોકલાવે છે. શ્રાવકના ઘરથી આહારપૂણું પાત્રો ભરાઈને આવે છે. આથી શ્રાવકે પણ તેના પ્રત્યે આદર બતાવવા લાગ્યા છે તે હે પ્રભો ! આપ શાસનની થતી હીલના અટકાવો.” ગુરુએ ગુડશસ્ત્રનગરથી વિહાર કરી, ભર્ચ આવી માર્ગમાં અદ્રશ્ય શિલા વિફર્વી જેથી
આકાશમાગે જતાં બધા પાત્રો તેની સાથે અથડાઈને ભાંગીને ભુક્કો થઈ ગયા. આ જોઈને ભવને પિતાના ગુમહારાજનું આગમન જાણ્યું. તે પોતે નાસી ગયો. પછી મહારાજે બૌદ્ધના મંદિરમાં જઈ બુદ્ધપ્રતિમા પાસે પોતાને વંદન કરાવ્યું.
આર્ય ખપૂટાચાર્યના મહેન્દ્ર નામના શિષ્ય પણ પ્રભાવિક અને સિદ્ધપ્રાભૃત વિદ્યામાં નિષ્ણાત હતા.
આ આર્ય ખપૂટાચાર્યે જૈનશાસનને ઘણો મહિમા વધાર્યો. તેઓ વીરનિર્વાણ પછી ૪૫૩ વર્ષ થયા એવો પટ્ટાવલીનો ઉલ્લેખ છે જ્યારે પ્રભાવ ચરિત્રકાર તેઓ વીરનિર્વાણ પછી ૪૮૪ વર્ષે થયા એવો નિર્દેશ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org