________________
આર્ય કાલક
[ શ્રી તપાગચ્છ
એકદા વિહાર કરતાં કરતાં તેઓ ઉજજયિની નગરીમાં આવ્યા. ત્યાં ગદંભીલ નામને રાજા રાજ્ય કરતો હતો. એકદા રમવાડીએ જતાં તેમણે અતિ સ્વરૂપવતી સરસ્વતી સાધવીને જોઈ. જોતાં જ તેનું મન વ્યગ્ર બન્યું. કામદેવે તેને ભાન ભૂલાવ્યું. પોતાના પરાક્રમી પુરુષોઠારા તે સતી સાધવીનું તેણે અપહરણ કરાવ્યું. કાલકસૂરિએ રાજસભામાં જઈ તેને બહુ વિનયપૂર્વક સમજાવ્યો. છેવટે શ્રી સંઘે, મંત્રીઓએ અને નાગરિકોએ પણ સમજાવ્યો છતાં મોહથી ઘેરાઈને મતિહીન થયેલા તે નરાધીપે કોઈનું સાંભળ્યું નહીં. છેવટે કાલકસૂરિનું ક્ષત્રિય ઝળકયું તેમણે ગદંભીલના ઉચ્છેદની પ્રતિજ્ઞા કરી.
કાળક્રમે તેઓ ત્યાંથી નીકળીને સિંધુ નદીના કિનારે શાખી રાજાઓના રાજ્યમાં આવ્યા. તે ૯૬ રાજાઓને વશ કરીને તેમની સાથે મિત્રતા બાંધી. એક વખત તેને રાજાધિરાજ સભામાં બેસી વિનોદ કરતો હતો તેવામાં સ્વામી રાજાને દૂત આવ્યો. તેણે એક છરી આપી. તે જોતાં જ મંડલેશનું મુખ શ્યામ બની ગયું. આ જોઈને આચાર્યો તેનું કારણ પૂછયું. જવાબમાં મંડલેશે જણાવ્યું કે
સ્વામી રાજાની આજ્ઞા છે કે મારે મારું મસ્તક છેદી આપવું અને છરી ઉપર ૯૬નો આંક છે તેથી ૯૬ સામંત ઉપર તે કોપાયમાન થયો જણાય છે.' કાલકસૂરિએ તેને શાંત્વન આપ્યું. પછી બધા સામંતને બોલાવી, ગુપ્ત મંત્રણ કરી તેમને સૌરાષ્ટ્ર દેશમાં ઉતાર્યો. વર્ષાઋતુ વીત્યા બાદ કાલકસૂરિએ તેમને આગળ પ્રયાણ કરવા સૂચવ્યું ત્યારે તેઓએ સાધનને અભાવ જણાવ્યો, જેથી કાલકસૂરિ એક કુંભારને ઘરે ગયા. ત્યાં ઈટના નીભાડામાં પોતાની કનિષ્ઠ આંગળાને નખ વાસક્ષેપયુકત નાખ્યો એટલે સર્વ સવણ થઇ ગયું. તે મંડળેશને અર્પણ કરી પ્રયાણ કરાવ્યું. અનક્રમે પાંચાલ તથા લાટ દેશને જીતીને તેઓ માળવાની સરહદ પર આવ્યા. ગર્દભીલને સમાચાર મળ્યા છતાં તે પિતાની વિદ્યાના અભિમાનને લીધે બેદરકાર રહ્યો.
આચાર્યને ગદંભીલની વિદ્યા સંબંધી જાણ હતી એટલે તેણે મિત્ર રાજાઓને સૂચવ્યું કે બધું અસ્તવ્યસ્ત જોઈને તમે પ્રમાદમાં રહેશે નહિ. તે રાજા અષ્ટમી ને ચતુર્દશીએ એકાગ્ર મનથી ગર્દભી વિદ્યાની પૂજા તથા જાપ કરે છે. એ જાપ પૂર્ણ થતાં જ તે વિદ્યા ગભીરૂપે અવાજ કરે છે અને જે કોઈ તેને અવાજ સાંભળે તે તરતજ મૃત્યુ પામે છે, માટે તમારે સર્વેએ અઢી ગાઉની અંદર રહેવું નહિ. મારી પાસે શબ્દવેધી દેસે સુભટ રાખો જેથી તે વિદ્યા અવાજ કરે તેવું જ તેનું મુખ બાવડે પૂરાવી દઈશ. આ પ્રમાણે સૂચન કરી જેવી ગર્દભી વિદ્યાએ ઉચ્ચાર કરવા મુખ ઉધાયું તે જ વખતે તેઓએ ગર્દભી વિદ્યાનું મુખ બાવડે પૂરી દીધું .આથી વિદ્યાદેવી ઊલટી ગર્દભીલ પર કોપાયમાન થઈ અને તેને ભૂતળ પર પછાળ્યો. પછી ગર્દભ ઉપર વિષ્ટમુત્ર કરીને ચાલી ગઈ. કાલકસૂરિએ ગદંભીલને પકડ્યો અને સતી સાધ્વી શ્રી સરસ્વતીજીને મુક્ત કરી. સાધ્વીએ દયા બતાવતાં ગર્દભીલને છોડી મૂકયો. તે અરણ્યમાં ચાલ્યો ગયો ત્યાં વાઘે તેને ફાડી ખાધો. સરસ્વતી સાધ્વીને વ્રતમાં પુનઃ સ્થાપના કરી.
ભરૂચમાં બળમિત્ર નામે રાજા હતા. તેને ભાનુમિત્ર નામે મોટો ભાઈ હતા. બંને કાલકસૂરિના ભાણેજ થતા હતા. કાલકસૂરિન વૃતાંત જાણી તેમને બોલાવવા પિતાના મંત્રીને મોકલ્યા. ભારે દમામથી તેણે પ્રવેશ–મહત્સવ ઉજવ્યો. તે રાજાનો પુરોહિત કદાગ્રહી ને મિશ્યામતિ હતો. તેણે કાલકાચાર્યને દૂર કરવા યુતિ યોજી. રાજાને કહ્યું કે-હે સ્વામી ! ગુરુમહારાજ તે દેવની જેમ પૂજનીય છે. નગરજનો તેમના પગલાંને ઓળંગે તે ભારે પાપ ગણાય, માટે આપ કાંઈ તેનો વિચાર કરો.”
લસ્વભાવી રાજા તેના કહેવાના ગૂઢ તાત્પયને સમજ્યો નહિ અને દુ:ખ-સંકટની શંકા થવા લાગી. તેણે પુરોહિતને કહ્યું કે “મેં જ ચાતુર્માસ માટે આમંત્રણ આપ્યું છે તે તેમને હવે અન્ય સ્થાને કેમ મોકલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org