SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જે બૂસ્વામી * ૨૨ :: [ શ્રી તપાગચ્છ ગામ બહાર ખાઈને કાંઠે નીકળ્યો. અચાનક તેની ધાત્રી ત્યાં આવી ચડવાથી તેને ગુપ્તપણે ઉપાડીને ઘરે લઈ ગઈ અને તેને સચેતન કર્યો. હવે રાણી ફરી વાર લલિતાંગને બોલાવે છે તે ત્યાં જાય રે? સ્ત્રીઓ બેલીઃ “ખાળકૂવામાં અનુભવેલા દુઃખને કારણે ન જ જાય.” જ બૂકુમારે કહ્યું: “ત્યારે તમારા વિષે આસક્ત કેમ બનું?” આ પ્રમાણેની વાર્તા-કથાના પ્રસંગથી જંબૂકુમારનો દ્રઢ નિશ્ચય જણાઈ આવ્યું. એક એકથી ચઢે તેવા ઉત્તમ ઉપનય-દષ્ટાંતે દ્વારા તેની આઠે સ્ત્રીઓ પ્રતિબંધ પામી. ચારસમુદાય પણ દ્રવિત બન્યા. તેમને પોતાના ધંધા તેમજ પૂર્વના દુષ્કૃત્ય પરત્વે પશ્ચાત્તાપ થવા લાગ્યા. સંસારની વિષમતા અને કમરાજાની શાસન-દોરી જોઈને તેઓને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયા. સૌ કેઈએ સાથે ભાગવતી દીક્ષા સ્વીકારવાને નિશ્ચય કર્યો. પ્રાતઃકાળે જંબૂકુમારે માતા-પિતાને પોતાને અભિપ્રાય જણાવ્યો. તેમના માતાપિતાને પણ ચારિત્ર ઉદયમાં આવ્યું. સાથે સાથે આઠે કન્યાના માતા-પિતાને પણ સંયમ ગ્રહણ કરવાની આકાંક્ષા ઉભવી. શ્રી સુધર્માસ્વામી પાસે પર૭ જણાએ (૫૦૦ પ્રભવાદિ ચોરસમુદાય, ૨૪ આઠ કન્યા ને તેના માતા-પિતા, ૩ જ બૂકુમાર અને તેના માતા-પિતા) પ્રત્રજ્યા સ્વીકારી. તે વખતને ભવ્ય પ્રસંગ સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરો. અગ્નિના સંયોગથી જેમ સુવર્ણ વધુ તેજસ્વી બને તેમ તપસ્યાથી જંબુકુમારનું મુખકમળ દેદીપ્યમાન બન્યું. આગમ અભ્યાસમાં આગળ વધીને તેઓ શ્રતધર બન્યા. તેમની શાસન-ભક્તિ અને અપૂર્વ શક્તિ નીહાળીએ શ્રી સુધર્માસ્વામીએ તેમને પિતાની પાટ પર સ્થાપ્યા. તેઓ કેવળજ્ઞાન પામી કુલ ૮૦ વર્ષનું આયુષ્ય પાળીને મોક્ષે ગયા. તેમના પછી આ ભરતક્ષેત્રમાંથી અવસિપિંણુ કાળમાં કેઈમેક્ષે ગયેલ નથી. જંબૂકુમારે શ્રી પ્રભવસ્વામીને પોતાની પાટ પરંપરા ઑપી. જબૂસ્વામીના નિર્વાણ બાદ નીચેની દશ વસ્તુઓ વિચ્છેદ પામી. (૧) મનઃપર્યવ જ્ઞાન, (૨) પરમાવધિ જ્ઞાન, (૩) પુલાક લબ્ધિ, (૪) આહારક શરીરની લબ્ધિ, (૫) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમશ્રેણિ, (૭) જિનક૫, (૮) ત્રણ ચારિત્ર, (૯) કેવળજ્ઞાન અને (૧૦) સિદ્ધિ પદ ૯ ધન્ય છે તેવા મહાત્મા શ્રી જંબુસ્વામીને! કે કેટલાક સ્થળે નીચે પ્રમાણે પણ દશ વસ્તુઓ ગણાવવામાં આવી છેઃ (૧) મન:પર્યવજ્ઞાન ( ૨ ) પરમાવધિ જ્ઞાન ( ૩ ) આહારક શરીરની લબ્ધિ (૪) પુલાક લબ્ધિ (૫) જિનકલ્પ (૬) ક્ષપકશ્રેણી ( ૭ ) ઉપશમશ્રેણી ( ૮ ) સૂમસં૫રાય (૯ ક. ૫રિહારવિશુદ્ધિ અને ( ૧૦ ). યથાખ્યાત ચારિત્ર. you to the center Partner Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy