________________
પટ્ટાવલી ]
૨૧
શ્રી જંબૂસ્વામી
તે મૂખશિામણિ કહેવાતા, રાજાના કથા કહેવાના હુકમથી તે ચિ'તાગ્રસ્ત બન્યા પણ તેની પુત્રી નાગશ્રી ઘણી જ ચાલાક હતી. તેણે રાજા પાસે જવાનું કબૂલ્યું. પછી સ્નાન વિગેરે ક્રિયા કર્યાં પછી તે રાજા પાસે ગઇ ને વાત કહેવી શરૂ કરી.
‘આજ નગરમાં નાગશર્મા નામને બ્રાહ્મણ ભિખ માગીને આજીવિકા ચલાવે છે. હું તેની નાગશ્રી નામની પુત્રી છું. મારું ચટ્ટ નામના બ્રાહ્મણ સાથે વેવિશાળ કર્યુ. લગ્નપ્રસંગને કારણે મારા માત-પિતા બહારગામ ગયા. તે જ દિવસે અચાનક ચટ્ટ મારા ઘરે આવ્યેા. મેં તેનું ઠીક સ્વાગત કર્યુ. પ` વિગેરેના ડરને લીધે ભોંય પર ન સૂઇ શકવાથી નિર્વિકાર ચિત્તે હું પણ તે જ ખાટલામાં તેની સાથે સૂઇ ગઇ. મારા અગસ્પર્શીથી તેને કામવિકાર ઉત્પન્ન થયા પણ શરમને લીધે તેને રોકવાથી, શૂળ ઉત્પન્ન થવાથી તે તરત જ મૃત્યુ પામ્યા. હું બનાવથી ગભરાઇ ગઇ. છેવટ તેના શરીરના કકડા કરીને ભૂમિમાં દાટી દીધા અને ઉપર ગારનું લીંપણ વિગેરે કરી પુષ્પ, ધૂપ, ગંધથી ઘરને સુવાસિત કર્યું. હે રાજા ! આજે જ મારા માબાપ બહારગામથી ઘરે આવ્યા છે.’
આ
આ સાંભળી રાજા ખેલ્યાઃ ‘કુમારી ! તેં જે વાર્તા કહી તે સત્ય છે ?” નાગશ્રી બેલી: તમે હમેશા જે વાર્તાઓ સાંભળેા છેા તે સત્ય હાય તે। આ પણ સત્ય જાણવી. ’ નાગશ્રીએ ખાટી વાત કહીને રાજાને છેતર્યાં—Àાળળ્યે તેમ તમે પશુ અમને કલ્પિત કથાનકેાવડે છેતરી રહ્યા છે.
લલિતાંગની કથા
આ સાંભળી જ ભ્રૂકુમાર ખેલ્યા કે-લલિતાંગની માફક હું... વિષયમાં આસક્ત નથી કે જેથી નરકની ખાણુ સમી તમારામાં લુબ્ધ થાઉં.
શતાયુધ નામના રાજાને લલિતા નામની રાણી હતી. એકદા ગૃહસ્થપુત્ર લલિતાંગ તેની નજરે પડ્યો અને તે તેનામાં લુબ્ધ બની. રાણીની ચિત્તાકૃતિ જોઇ દાસી તેના ભાવ જાણી ગઈ અને કાઇ પણ હિસાબે બન્નેના મ્રયાગ કરાવી આપવાનું માથે લીધું. કૌમુદી ઉત્સવ સમયે રાજા અશ્વ ખેલાવવા નગર બહાર ગયા તે વખતે રાણીએ દાસીદ્વારા લલિતાંગને ખેાલાબ્યા. અંતઃપુરના રક્ષકાએ મનમાં વિચાર્યુ” કે-પરપુરુષના પ્રવેશ થયેા છે માટે ઉપાય કરવા જોઇએ, તેવામાં રાજા પણ આવી પહાંચ્યા અને સેવકાએ તેને તે હકીકતથી વાકેફ કર્યાં. રાજાએ મઢ પગલે મહેલમાં પ્રવેશ કર્યાં તેવામાં પેલી દાસીએ ઇશારતદ્વારા રાણીને ચેતવણી આપી. ભયથી રાણીએ લલિતાંગને ખાળકૂવામાં સતાડ્યો. તેના પરની દયાને લીધે દાસી તથા રાણી હંમેશા ખાળકૂવામાં એઠું નાખતી. વર્ષાઋતુ આવી ત્યારે તે ખાળકૂવામાં અતિશય પાણી ભરાવાથી તે તણાયા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org