SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવલી ] ૯ : ૨ શ્રી જ’ખૂસ્વામી ૧૬ વર્ષી ગૃહસ્થાશ્રમ ઃ ૬૪ વર્ષાં ચારિત્રપર્યાય : તેમાં-૨૦ વર્ષોં સામાન્ય વ્રતપર્યાય : ૪૪ વર્ષ કેવનીપર્યાય : સર્વાયુ ૮૦ વર્ષ : નિર્વાણ મ. સ. ૬૪ : ગાત્ર કાશ્યપ : શ્રીજ મૂસ્વામી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. રાજગૃહી એ રાજધાનીનું નગર હાવાથી તેની શૈાલા અપાર હતી. ક્રય–વિક્રય અને અવરજવરના વાહનાદ્વારા વેપારી લત્તાઓ ગાજી ઊઠતા. ઋષભદત્ત શ્રેષ્ઠી તવંગર ગણાતા. રાજા શ્રેણિકની સભામાં પણ તેનું સારું માન સચવાતુ. તેમને ધારિણી નામની પ્રિયા હતી. તેમના પરસ્પરના સ્નેહ નખ-માંસ જેવા હતા. ધન, ધાન્ય, નાકર-ચાકર વગેરે હાવા છતાં તેમના સુખમાં એક ઊણપ હતી. અને તે સંતાનની, ધારિણીનું ચિત્ત તેને અંગે ઉદાસ રહેતુ. દિવસે દિવસે તેની ઝંખના ચિંતાનો વિષય થઈ પડી. ઋષભદત્ત શેઠના ખ્યાલમાં આ બધું આવવાથી પ્રિયાને ચિંતાભાર હળવા કરવા માટે તેણે વૈભારગિરિ પર જવાનું નક્કી કર્યુ. વૈભારગિરિના આનદાદ્યાનમાં ફરતાં ફરતાં જુદી જુદી તરેહના ફળ, ફૂલ તથા વૃક્ષા નિહાળી તેઓ આનંદ પામ્યા. વનની શેાભા ઊડીને આંખે વળગે તેવી હતી. નિર્દોષ પક્ષીઓના કિલકલાટ પશુ શ્રવણ-મધુર હતા. એવામાં ત્યાં અચાનક સિદ્ધપુત્ર યશેામિત્ર નીકળ્યા. શ્રેષ્ઠીએ તેના આવાગમનનુ' કારણ પૂછ્યું. જવાબમાં તેણે જણાવ્યું કે-નજીકમાં જ શ્રી સુધર્માંસ્વામી સમવસર્યાં છે તેમને વાંઢવા નિમિત્તે હું જાઉં છું. શેઠ-શેઠાણીએ પણ સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે સવે ત્યાં જઇને દેશના સાંભળવા બેઠા. * ચંદ્રમાંથી બીજું શું અરે ? તેમ શ્રી સુધર્માંસ્વામીની દેશનાથી સૌને અમૃત પીવા જેટલી તૃપ્તિ થઇ. દેશનાંતે યોામિત્રે જ જીવૃક્ષનુ સ્વરૂપ પૂછ્યું. શ્રી સુધર્માંસ્વામીએ તેનું ચથાસ્થિત સ્વરૂપ કહી સંભળાવ્યું. ધારિણીને મનમાં ઉત્કંઠા વધવા લાગી. તેણે પણ પ્રશ્ન કર્યાં. · ભગવન્ ! મારે પુત્ર થશે કે નહિ ? ’ પ્રશ્ન સાવદ્ય હતા. હિતકર હોવા છતાં સાવદ્ય પ્રશ્નના જવાબ આપવા ઉચિત નહિ તેમ જાણી સુધર્માંસ્વામી મૌન રહ્યા; પરંતુ ચશેામિત્રે પેાતાના જ્યાતિષ જ્ઞાનના બળથી જાણીને કહ્યું કે-દેવી ! તમારે પુત્ર થશે.’ તે સાંભળી શેઠ-શેઠાણી અને ષિત થયા અને ગણધર મહારાજાને નમીને ઘર તરફ પાછા ફર્યાં. ધારિણીની ધર્મકાર્યમાં વિશેષ પ્રીતિ થઈ. ભાગ્યયેાગે જ ખૂસ્વામીના જીવ પાંચમા દેવલેાકમાંથી ચવીને ધારિણીના ઉદરમાં ઉત્પન્ન થયા. ગર્ભના પ્રભાવથી તેને ધમ પ્રભાવના, અઠ્ઠાઈ મહાત્સવા વિગેરે ધાર્મિક કાર્યો કરવાના ડાહલા ઉદ્ભવવા લાગ્યા, જે શ્રેષ્ઠીએ પુષ્કળ દ્રવ્ય ખરચીને પૂરા કર્યો. એકદા R Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy