________________
શ્રી સુધર્માસ્વામી
[ શ્રી તપાગચ્છ ચોથા પટ્ટધર શ્રી શય્યભવસૂરિ થયા. પ્રભવવામીએ મેકલેલ સાધુના મુખદ્વારા અરે! કષ્ટ છે, અરે! કષ્ટ છે કે ઉત્કૃષ્ટ એવું તત્ત્વ જાણવામાં આવતું નથી.” એ પ્રમાણે સાંભળીને યજ્ઞના થાંભલાની નીચેથી મળી આવેલ શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિના દર્શનથી ધર્મ પામેલા તેઓએ દીક્ષા સ્વીકારીને અનુક્રમે મનક નામના પિતાના પુત્રના કારણે દશવૈકાલિક નામનું સૂત્ર રચ્યું.
યેગ્ય–ઉચિત સમયે કરાયેલું, દશ અધ્યયનવાળું તે સુત્ર દશવૈકાલિક એવા નામથી પ્રસિદ્ધ થયું. ૧. “હવે પછી ભવિષ્યકાળમાં પ્રાણુઓ અપ–મંદ બુદ્ધિવાળા થશે, આપની કૃપાથી તે પ્રાણીઓ મનક મુનિની જેમ કૃતકૃત્ય થાઓ.૨. શાસ્ત્ર-સિદ્ધાંતરૂપી કમળની કેસરા તુલ્ય આ દશવૈકાલિક સૂત્ર છે, તેનું પાન કરી કરીને સાધુઓરૂપી ભમરાઓ ખુશી થાઓ. ૩.” આવા પ્રકારના શ્રી સંધના આગ્રહથી મહાત્માપુરષ શ્રી શäભવસૂરિવડે દશવૈકાલિક નામનો ગ્રંથ પાછો ખેંચાયો નહિ. (રહેવા દીધે)
તેઓ અઠ્ઠાવીશ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, અગિયાર વર્ષ ચારિત્રપર્યાયમાં, વેવીશ વર્ષ યુગપ્રધાન તરીકે એમ બાસઠ વર્ષનું આયુષ્ય ભોગવીને શ્રી વીર પરમાત્મા પછી અઠ્ઠાણુમે વર્ષે વર્ગે ગયા.
શર્યાભવસૂરિની પાટે પાંચમા પટ્ટધર તરીકે શ્રી યશોભદ્રસ્વામી આવ્યા. બાવીશ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ચૌદ વર્ષ ચારિત્રપર્યાયમાં અને પચાશ વર્ષ યુગપ્રધાન તરીકે એમ બધું મળીને યાશી વર્ષનું આયુષ્ય ભેળવીને શ્રીવીર ભગવાન પછી ૧૪૮ વર્ષે રવ ગયા.
પદના એક અંશમાં પદના સમુદાયને ઉપચાર હોવાને કારણે હંમતિ એટલે શ્રી સંભૂતિવિજય અને મત્ત એટલે ભદ્રબાહસ્વામી બંને છઠ્ઠા પટ્ટધર તરીકે આવ્યા. શ્રી સંભૂતિવિજય બેંતાલીસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ચાલીશ વર્ષ ચારિત્રપર્યાયમાં અને આઠ વર્ષ યુગપ્રધાન તરીકે એમ નેવું વર્ષનું આયુષ્ય પાળીને સ્વર્ગે ગયા.
ભદ્રબાહુસ્વામી શ્રી આવશ્યકનિર્યુક્તિ વિગેરેના રચનાર છે. વ્યંતર થયેલા વરાહમિહિરવડે કરાયેલ સંધના ઉપદ્રવનો પ્રતિકાર કરવા માટે શ્રીઉવસગ્ગહરં સ્તવન રચવાવડે શાસન ઉપર મહાઉપકાર કરીને ૪૫ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૧૭ વર્ષ ચારિત્રપર્યાયમાં અને ૧૪ વર્ષ યુગપ્રધાન તરીકે એવી રીતે ૭૬ વર્ષનું બધું આયુષ્ય ભેગવી શ્ર વિરપરમાત્મા પછી ૧૭૦ વર્ષે સ્વર્ગે ગયા. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org