SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી ] - ૨૪૧ - શ્રી વિજયસેનસૂરિ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિરચિત શ્રીતપાગચ્છપટ્ટાવલી સૂત્રવૃત્તિ સંપૂર્ણ આચાર્ય શ્રી વિજયહીરસુરીશ્વરજીના આદેશથી ઉપાધ્યાય શ્રી વિમળહપ ગણિ, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિ, ઉપાધ્યાય શ્રી સોમવિજયગણિ, તથા પંન્યાસ લબ્ધિસાગરગણિ વિગેરે ગીતાએ વિ. સંવત ૧૬૪૮ના ચૈત્ર વદિ છઠ્ઠ શુક્રવારના દિને શ્રી અમદાવાદનગરમાં એકત્ર થઇને આ તપાગચ્છ પટ્ટાવલી શ્રી મુનિસું દરસૂરિકૃત ગુર્નાવલી, જીર્ણ પટ્ટાવલી તેમજ દુષમા સંધસ્તોત્રયંત્ર વિગેરેને અનુસારે તપાસેલ છે; છતાં પણ કઈ તપાસવા–શોધવા યોગ્ય વસ્તુ હોય તે તટસ્થ–પક્ષપાત વિનાના-ગીતાર્થોએ તે તપાસવું. આ પદાવલીના સંશોધન પૂર્વે ઘણું પટ્ટાવલીઓ લખાએલ છે તે બધી આ પટ્ટાવલીને લક્ષમાં રાખીને વાંચવી, આ પટ્ટાવલીથી અલગ પાડવી નહિ એવો શ્રીમાન ગુરુમહારાજને આદેશ છે. વાચકશિરોમણિ શ્રીમાનું કલ્યાણવિજયગણિના પ્રશિષ્ય શ્રી જ્ઞાનવિજ્ય ગણિએ બરાબર વિચારીને આ પ્રત લખી છે. વાચક શ્રી ધર્મસાગર ગુવડે પટ્ટધરોની પરંપરાના ક્રમથી ગણત્રી કરાયેલા શ્રીમાન સુરિ મને સિદ્ધિસુખ–મોક્ષસુખ આપો. આ છેલ્લી ગાથા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરના કોઈ શિષ્ય રચેલી જણાય છે. ૨૧. ૫૯. શ્રી વિજયસેનસૂરિ જન્મ વિ. સં. ૧૬૪ દીક્ષા વિ. સં. ૧૬૧૩ઃ પંડિત પદ વિ. સં. ૧૬૬ આચાર્ય પદ વિ. સં. ૧૨૮ : સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૧ : સર્વાય ૬૭ વર્ષ : તેઓ મારવાડના નાડલાઈ ગામના રહેવાસી હતા. તેમના પિતાશ્રીનું નામ કર્મા શાહ અને માતુશ્રીનું નામ કેડિમદે હતું. તેમનું પિતાનું સંસારાવસ્થાનું અભિયાન જેસિંઘ હતું અને તેઓ રાજા દેવડની પાંત્રીશમી પેઢીએ થયેલ મનાય છે. વિ. સં. ૧૬૦૪ના ફાગણ શુદિ પુનમના રોજ તેમનો જન્મ થયો હતે. તેમણે વિ. સં. ૧૬૧૩ના જયેષ્ઠ શુદિ ૧૧ના રોજ પિતાની માતા સાથે સૂરત શહેરમાં શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને પછી તુરત જ શ્રી વિજયદાનસૂરિએ તેમને હીરવિજયસૂરિને તેમના શિષ્ય તરીકે સેપ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy